Published By : Disha PJB
આજના ભાગદોડ ભર્યા જીવનમાં ઘણી બધી બાબતો બદલાઈ ગઈ છે. આજના ઝડપી જીવનમાં કોઈ પણ કામ કરવા માટે ઘણી બધી સગવડો મળી રહે છે જેથી આજનો માણસ પહેલા કરતાં ખૂબ જ આળસુ બની ગયો છે જે વ્યક્તિને ઘણું નુકસાન પહોંચાડે છે. આજનો માણસ કોઈ પણ કામ કરતા પહેલા તે કામ જાતને ન કરવું પડે અથવા કેવી રીતે ટૂંકમા પતાવું એના વિશે વિચારતો હોય છે.
સીડી ચડવા- ઉતરવાના ફાયદા :
વજન ઘટાડવા માટે :
સીડી ચડવી અને ઉતરવી એ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ કસરત છે. જો તમે નિયમિત રીતે સીડી ચડવાની ટેવ પાડો છો. તો તમે થોડા અઠવાડિયામાં વજન ઘટાડી શકો છો. સવારે તમારા ઘરેથી નીકળતી વખતે અને ઓફિસ પહોંચ્યા પછી, લિફ્ટને બદલે સીડી પસંદ કરો. આ તમારો વજન સરળતાથી ઘટશે. સાથે તમે સ્વાસ્થ્ય સબંધિત અનેક સમસ્યાથી પણ બચી શકશો.
હૃદય માટે :
દાદર ચડવાનો સૌથી અમૂલ્ય ફાયદો હૃદય માટે છે. હૃદય સારું રહેવાથી ઘણી બધી ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળે છે. જે બીમારીઓ લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ સારી થતી નથી, અથવા એનાથી છુટકારો મળતો નથી.
બ્લડપ્રેશર :
સિડીના પગથીયા ચઢવાથી હાઈ બ્લડપ્રેશરનું જોખમ પણ ઘટાડે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.આ સાથે મોટાભાગના લોકોમાં જોવા મળતી બીમારી ડાયાબિટીસ અંકુશમાં રાખી શકાય છે.
માનસિક તણાવમાંથી છુટકારો મળે છે :
સીડીઓ ચઢવા કે ઉતારવાથી શારીરિક પ્રવૃત્તિ સાથે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું છે. સીડી ચડવાની ઉતરવાથી શરીરમાં કેટલાક ફેરફાર થાય છે. જેનાથી તણાવ ઓછો થાય છે.