Published by : Rana Kajal
ગુજરાત ચૂંટણી પહેલા ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ, MHA એ ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો આદેશ કર્યો છે. આ અંગેની સત્તા જિલ્લા અધિકારીને આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલ એક સૂચના દ્વારા આ માહિતી સામે આવી છે. નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5, કલમ 6 હેઠળ નાગરિકતા આપવામાં આવશે. તેઓને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈઓ અનુસાર ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે અથવા તેમને દેશના નાગરિકનું પ્રમાણપત્ર આપવામાં આવશે.