ભરૂચ જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસ દરમિયાન અકળાવનારી ગરમી અને બફારા બાદ સમી સાંજના સમયે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ જાય છે. ગતરોજ તા. 11 સપ્ટેમ્બરના રોજ પણ સમી સાંજના સમયે વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે તા. 12સપ્ટેમ્બરના સવારે 6 કલાકે પૂરા થતાં 24 કલાક દરમિયાન જિલ્લામાં હાંસોટ, નેત્રંગ, ઝઘડિયા અને અંક્લેશ્વર એમ ચાર તાલુકામાં ઝરમર વરસાદ બાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. જયારે અન્ય તાલુકાઓની વિગત જોતાં આમોદમાં 6 મીમી, જંબુસર તાલુકામાં 7 મીમી, ભરૂચ તાલુકામાં 13 મીમી, વાગરા તાલુકામા 1 ઈંચ કરતાં વધુ 27 મીમી, અને વાલિયા તાલુકામાં 9 મીમી મળી 24 કલાક દરમિયાન ફૂલ 62 મીમી વરસાદ વરસ્યો હતો. આમ, સરેરાશ 6.8 મીમી વરસાદ વરસ્યો હતો.