જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને “માય લીવેબલ ભરૂચ” અભિયાન અંતર્ગત “હેપ્પી સ્ટ્રીટ” માટે કલેકટર કચેરીના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે ના સંવાદમાં કલેકટરે જણાવ્યું કે, તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના શનિવારના રોજ સવારે ૬.૦૦ કલાક થી સવારે ૧૦:૦૦ વાગ્યા સુધી માતરીયા તળાવ ખાતે ‘માય લીવેબલ ભરૂચ’ અંતર્ગત ‘હેપ્પી સ્ટ્રીટ’નું આયોજન કરવામાં આવેલ છે. ‘હેપ્પી સ્ટ્રીટ’ માટે રૂટ નકકી ક૨વામાં આવેલ છે. જે મુજબ શકિતનાથ સર્કલ થી શંભુડેરી સુધી (પાર્કિંગ માટે) શંભુ ડેરી થી માતરીયા ગેટ સુધી – (ચાલતા જવા માટે– વોર્મિંગ પાથ) માતરીયા ગેટ થી શ્રવણ ચોકડી સુધીનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે.
હેપ્પી સ્ટ્રીટ’ કાર્યક્રમમાં વિવિધ ઈવેન્ટનો સમાવેશ કરવામાં આવેલ છે.જેમાં ઈલેકટ્રીફાઈન, સીદી ગોમા ડાન્સ, રતનપુર(બાવાગોર) તા.ઝઘડીયા,ઝુમ્બા ડાન્સ,ઓપન ગરબા, સેલ્ફ ડીફેન્સ કલાસીસ,સાપ સીડી, લુડો, લંગડી,રસ્સા ખેંચ,કોથળા દોડ,લીંબુ ચમચી,સંગીત ખુરશી,સ્પાઈરલ બોલ ગેમ્સ,કપલ રેસ વગેરે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુમાં,’હેપ્પી સ્ટ્રીટ’ આયોજનમાં પધારીને સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં લાઈવ જઈને હેપ્પી સ્ટ્રીટના શોર્ટ વીડીયો બનાવીને Instagram, Facebook and Twitter ૫૨ #mylivablebharuch, #incrediblebharuch, #swachhbharatmission, #plasticfreebharuch ને ટેગ કરીને અપલોડ કરવા વિનંતી. જેમાંથી ત્રણ બેસ્ટ વીડીયો પસંદ કરવામાં આવશે અને આ વિજેતાને સરપ્રાઈઝ ગીફટ આપવામાં આવશે.તેમજ YouTube channel પર જઈ @mylivablebharuchને subscribe કરવા હિમાયત કરવામાં આવી હતી.
‘હેપ્પી સ્ટ્રીટ’નું આયોજન નાગરીકોના મનોરંજન માટે કરવામાં આવેલ છે.જાહેર જનતાને હેપ્પી સ્ટ્રીટમાં ભાગ લેવા અપીલ કરવામાં આવે છે. શહેરના દરેક નાગરીક હેપ્પી સ્ટ્રીટ’માં આવી સહભાગીદાર બનો, ‘માય લીવેબલ ભરૂચ’ પહેલ અંતર્ગત આયોજિત હેપ્પી સ્ટ્રીટને સફળ બનાવવા માટે સહયોગ આપવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત હેપ્પી સ્ટ્રીટના આયોજન બાબતે કોઈપણ હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવા માંગતા હોય અથવા ભાગ લેવા માંગતા હોય અથવા તો આવી બીજી કોઈપણ ઈવેન્ટના આયોજન બાબતે નોડલ ઓફીસર માય લીવેબલ ભરૂચ (મો.૯૩૯૯૩ ૧૯૮૧૪) નો સંપર્ક કરવા પણ વહિવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.