Published By : Parul Patel
ભરુચની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે જિલ્લા વિકાસ યોજના અંતર્ગત આર.ઑ. પ્લાન્ટનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું.
ભરુચ શહેરના લિન્ક રોડ ઉપર આવેલ શ્રવણ વિદ્યાધામમાં અભ્યાસ કરતાં બાળકો તેમજ શિક્ષકોને શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે 15માં નાણાપંચ 2020-21ની જિલ્લા વિકાસ યોજના કાર્યક્રમ અંતર્ગત આર. ઓ. પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો છે જે આર.ઑ. પ્લાન્ટનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે દીપ પ્રાગટય અને રિબિંગ કટિંગ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જળ બચાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા અને નિરલ પટેલ અને જિલ્લા મહામંત્રી ભૂમિકાબેન પટેલ તેમજ નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, શાળાના ટ્રસ્ટી વૈભવ બિનીવાલે સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.