અંકલેશ્વર શહેરમાં હજરત ઇમામ હશન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવ્યા હતા જે તાજીયા જુલુસ કસબાતીવાડ મુલ્લાંવાડ,કસાઇવાડ,દાતારનગર સર્વોદય નગર,સેલારવાડ ઉન્નતિ નગર તેમજ અંસાર માર્કેટ સહિત ૨૫થી વધુ તાજીયાઓનું જુલુસ મહોરમ પર્વના ૧૦માં ચાંદના રોજ કાઢવામાં આવ્યું હતું જે તાજીયા જુલુસમાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઠેરઠેર મહોરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલડ્રિન્ક સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું મોડી સાંજે તાજીયાઓને પીરામણ નાકા પાસે ઠંડા પાડી મધરાતે તાજીયાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ તાજીયા જુલુસ શાંતિ ભર્યા વાતવરણમાં સંપન્ન થતા અંકલેશ્વર તાજીયા કમિટી દ્વારા સાથ સહકાર આપનાર ડીવાયએસપી ચિરાગ દેસાઈ,અંકલેશ્વર શહેર પોલીસના પી આઈ આર.એલ. વાળા,નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,વીજ કંપનીના અધિકારી તેમજ નગર સેવક ભાવેશ કાયસ્થ,જાબાઝ જવાન ધમેન્દ્ર સિંહ ઝાલા,મુસ્લિમ સમાજના આગેવાન સઉદ શેખ,નિવૃત્ત પી.આઈ મોહંમદ અલી સહીત સ્થાનિક પત્રકારોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.





