Published By : Parul Patel
બ્રિટનમાં 44 લાખ લોકો એવા છે જેમના માત્ર ઓનલાઇન ફ્રેન્ડ્સ છે.
જીવનમાં મિત્ર હોવા ખુબ જરૂરી છે, ત્યારે બ્રિટનમાં લાખો એવા લોકો છે તેમને માત્ર ઓનલાઇન જ મિત્રો છે…આમ તો સોશ્યલ મીડિયામાં તો હજારો મિત્રો હોય, જે પોસ્ટને લાઇક-શેર કે કમેન્ટ કરતો હોય, પણ વાસ્તવમાં એક પણ મિત્ર ન હોય તેવી વાત ધીમે-ધીમે હકીકત બનતી જાય છે. તાજેતરમાં ઈંગ્લેન્ડમાં 18 થી 70 વર્ષની વયજૂથના લોકોને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનાં ચોંકાવનારાં તારણ આવ્યાં છે. એ મુજબ બ્રિટનની 55 કરોડ વસ્તી પૈકી માત્ર 44 લાખ લોકો એવા છે જેમના સાચા અને પોતાના કહી શકાય એવા એક પણ મિત્ર નથી.
બ્રિટનમાં જેમણે કહ્યું કે, તેમના એક પણ મિત્ર નથી એવા લોકોના પણ ઓનલાઇન મિત્રો છે, જે સોશ્યલ મીડિયા, ઓનલાઇન ગેમ્સ કે મેઇલ દ્વારા સંપર્કમાં છે. પરંતું વાસ્તવમાં મિત્રો હોવા અને માત્ર સોશીયલ મીડિયા પર મિત્રો હોવા એમાં ખુબ મોટો તફાવત હોય છે તેથીજ બ્રિટનના લોકો એકલા હોય તેવી લાગણી અનુભવે છે સમય જતા આજ લાગણી ડિપ્રેશન એટલે કે હતાશા અને નિરાશાનું કારણ બને છે. જેના કરૂણ પરીણામ આવી શકે છે. બ્રિટનમાં 55 થી વધુ વયના લોકોના સરેરાશ આઠ મિત્રો છે. 3000 લોકો પૈકી 39 ટકાએ પોતાના જીવનસાથીને જ શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યો છે, તો 9 ટકાએ સ્કૂલના મિત્રો, 8 ટકાએ ભાઈ કે બહેનને, 7 ટકાએ પેરન્ટ્સને, 6 ટકાએ સમાન શોખ ધરાવનારાઓને, 6 ટકાએ સહ-કર્મચારીને પોતાના શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યા હતા.
સર્વે કરનાર સંસ્થાએ જણાવ્યા પ્રમાણે એક સુખી અને તંદુરસ્ત જીવન માટે મિત્રતા બહુ જરૂરી છે.