Published By : Disha PJB
બીમારીઓ વધવાના કારણે ઓર્ગન ફેલ થવાની સમસ્યા વધતી રહે છે. જો અંગો ખરાબ થાય છે તો વ્યક્તિનું મોત થઈ જાય છે પણ ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીનો જીવ બચાવી શકાય છે. આ માટે ઓર્ગન ડોનરની જરૂર રહે છે. પણ દરેક દર્દીને ડોનર મળતા હોતા નથી.
સરકારી આંકડા કહે છે કે ભારતમાં દર વર્ષે લાખો લોકોને ટ્રાન્સપ્લાન્ટ માટે અંગની જરૂર રહે છે પણ તેમાં કેટલાક હજારને મળી શકે છે. તેનું કારણ એ છે કે લોકોમાં અંગદાનને લઈને જાણકારીનો અભાવ છે.
અંગદાનને લઈને જાણકારીનો અભાવ :
મળતી માહિતી અનુસાર ખામી એ છે ગ્રામીણ વિસ્તારોમાં અંધવિશ્વાસ વધારે રહે છે. અનેકવાર લોકો પરિવારના સભ્યને ઓર્ગન ડોનેટ કરવાથી ખચકાય છે.
તેમને લાગે છે કે અંગદાન કરવાથી તે પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકશે નહીં, પણ એવું નથી. કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ પોતાની એક કિડની, એક ફેફસું, લિવર અને આંતરડાના કેટલાક ભાગને દાન કરી શકે છે.
ઓર્ગન ડોનેશનની પદ્ધતિ :
ઓર્ગન ડોનેશનની 2 રીત હોય છે. પહેલા લાઈવ ડોનર એટલે કે જીવિત વ્યક્તિ અંગદાન કરી શકે છે. અન્ય સ્થિતિ બ્રેન ડેડની હોય છે. તેમાં સ્ટ્રોક, માથામાં વાગવું , બ્રેન ડેડમાં બ્રેન હંમેશા માટે કામ કરવાનું બંધ કરી દે છે. પણ હાર્ટ બીટ ચાલુ રહે છે. હાર્ટના ફંક્શન કરવાથી પણ તમામ ઓર્ગનમાં બ્લડ સપ્લાય ચાલુ રહે છે. તેનાથી શરીરના અંગો જીવિત રહે છે.




