Published by : Vanshika Gor
કલાર્કની પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આવતીકાલથી એટલે કે 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. આવતી કાલથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. 9 એપ્રિલે જુનિયર કલર્કની પરીક્ષા લેવાશે. નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.અગાઉ 29-01-23 ના રોજ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા પેપરલીક થઈ જવાને પગલે લાખો પરીક્ષાર્થીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા.