Home News Update My Gujarat જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ મોટા સમાચાર આવ્યા…

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ મોટા સમાચાર આવ્યા…

0

Published by : Vanshika Gor

ગુજરાતભરમાંથી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનિયર ક્લાર્કની પરિક્ષા માટે બપોરે 1 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ થશે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે, નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.

સાથે જ બીજા અપડેટ એ છે કે, રાજ્ય સરકાર તમામ ઉમેદવારોને ટ્રાવેલ અલાઉન્સ આપશે. હાજર ઉમેદવારોને પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉચ્ચક 245 રૂપિયા આપવામાં આવશે, જે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જશે. ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંક અકાઉન્ટની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે. જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર – 8758804212 અને 8758804217

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version