- વડોદરાથી 8 જેટલા શકમંદોની અટકાયત
રાજ્યભરમાં નવી સરકારની રચના બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં આજે ગુજરાત ગ્રામ પંચાયત મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. છેલ્લી ઘડીએ પેપર ફૂટતા પરીક્ષા રદ કરવી પડી છે. પેપર ફૂટવાની સમગ્ર ઘટનામાં વડોદરાના કોચિંગ સેન્ટરની ભૂંડી ભૂમિકાની આશંકાએ ગતરાત્રે જ ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અને અટલાદરા સહિતના વિસ્તારોમાં કાર્યરત એક્ઝામ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. અને બહાર પોલીસ ખડકી દેવામાં આવી છે.તો બીજી તરફ અન્ય રાજ્યોના શખ્સોની પણ સંડોવણીની દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓ દ્વારા વડોદરાથી 8 જેટલા શકમંદોની અટકાયત કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
વડોદરાના સ્ટેકવાઈઝ ટેકનોલોજી સેન્ટરમાં પેપર ફૂટવા મામલે એ ટી એસ દ્વારા ધરપકડ કરાયેલા લોકોના CCTV સામે આવ્યા છે. CCTVમાં જોઈ શકાય છે કે રાત્રે 2.21 વાગ્યે એ ટી એસ 15 લોકો ને લઈને જઈ રહી છે. સંચાલક ભાસ્કર ચૌધરી સહિત 15 લોકોની ATS દ્વારા અટકાયત કરવામા આવી છે. 15 પૈકી 12 લોકોની પેપર લોકોની કૌભાંડમાં સંડોવણી બહાર આવી છે.
(ઇનપુટ : જીતેન્દ્રર રાજપૂત, વડૉદરા)