Published by : Rana Kajal
- ભરૂચ જિલ્લામાં જુવારનુ મફત વિતરણ કરાશે…
- મિલેટ વર્ષ નિમિત્તે આગવી જાહેરાત…
મિલેટ વર્ષની ઉજવણી એટલે કે જાડા ધાન્યના વપરાશને ઉત્તેજન આપવાના વર્ષની ઉજવણી ઍક ભાગ રૂપે રાજ્ય સરકાર આવનાર જુલાઈ થી રેશનકાર્ડ ધારકોને જાડુ અનાજ મફતમાં વિતરણ કરશે. આવા જાડા ધાન્યમા મકાઈ, જુવાર, બાજરી અને રાગી જેવા અનાજનું મફતમાં વિતરણ કરવામાં આવશે…ભરૂચ જિલ્લામાં રેશન કાર્ડ ધારકોને જુવાર જેવું જાડુ ધાન્ય મફતમાં વિતરણ કરવામાં આવશે. તો તેની સામે ચોખા જેવાં ધાન્યનો જથ્થો ઘટાડવામાં આવી રહયો છે