Published by : Vanshika Gor
સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં તપાસ ચલાવી રહેલ એટીએસની ટીમને કુલ ૧૯ આરોપીઓની ધડપકડ કરી હતી જે તમામ આરોપીઓના શુક્રવારે રિમાન્ડ પૂરા થતા કોર્ટે તમામ આરોપીઓને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
29 મી જાન્યુઆરી રવિવારની સવારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું જે પરીક્ષાના આયોજન પૂર્વેના ગણતરીના કલાકો પહેલા ગાંધીનગર એટીએસની ટીમે જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર લીક થયાનો પર્દાફાશ કર્યો હતો. અને રેકેટમાં સામેલ 15 આરોપીઓની ધડપકડ કરી હતી જેમની પૂછપરછમાં પ્રિન્ટિંગ પ્રેસથી પરીક્ષાના 20 દિવસ પહેલા પેપર લીક થયાનું જણાઈ આવતા રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં તપાસ ચલાવી રહેલ એટીએસ ની ટીમે ધરપકડ કરાયેલ 15 આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. અને જે રિમાન્ડ દરમિયાન વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમના પણ રિમાન્ડ મેળવ્યા હતા જે તમામ ૧૯ આરોપીઓના શુક્રવારે રિમાન્ડ પૂરા થતા એટીએસની ટીમે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા એટીએસ ની ટીમે ધરપકડ કરાયેલ આરોપીઓની જરૂરી તપાસ પૂરી થયેલ હોય વધુ રિમાન્ડની માંગની કરવાનું ટાળ્યું હતું. જેને લઇ કોર્ટે રિમાન્ડ પુરા થતા રજૂ કરાયેલ તમામ આરોપીઓને કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)