Published by : Rana Kajal
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે છ માસની સજા ફટકારી છે. વર્ષ 2010માં ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઇ હતી આ કેસમાં મીત રોહન વૈદ્યને માર મારવામાં આવ્યો હતો. રોહન વૈદ્યે ચોરવાડ ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનાવણી જુનાગઢનાં માળીયાહાટીના કોર્ટમાં આજે હાથ ધરાઇ હતી. જેમા કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ વિમલ ચુડાસમા તેમજ તેની સાથે અન્ય ચાર લોકોને છ મહિનાની સજા ફટકારી છે. .
માળિયા હાટીના કોર્ટે સજા કર્યા બાદ વિમલ ચુડાસમાએ જામીન મળ્યાનો દાવો કર્યો હતો. હવે તેઓ કોર્ટના આદેશને સેશન્સ કોર્ટમાં પડકારશે. આ ઉપરાંત તેમણે કહ્યું, મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના ઈરાદે ફરિયાદ થઈ હતી. ફરિયાદીઓ ભાજપ સાથે જોડાયેલા છે. હું કોંગ્રેસમાંથી કામ કરતો હોવાથી અને ભાજપમાં ન જોડાતાં મારી સામે ગુનો નોંધાયો હતો.