Home News Update My Gujarat જૂની વિદેશની લવસ્ટોરી દેશમાં ખીલી ઉઠી…બહારો ફૂલ…બરસાઓ…મેરા મેહબૂબ આયા હૈ…

જૂની વિદેશની લવસ્ટોરી દેશમાં ખીલી ઉઠી…બહારો ફૂલ…બરસાઓ…મેરા મેહબૂબ આયા હૈ…

0

Published by : Rana Kajal

  • સિલ્વર જ્યુબિલી મનાવવા નીતિનકાકા ગોરી મેમ સાથે વતન આવી પહોંચ્યા…અમેરિકનો ભારતીય સ્ટાઇલમાં વરઘોડો નીકળ્યો….

એક ગુજરાતી યુવાન કેરિયર બનાવવા અમેરિકા ગયો.. કેરિયર બનાવ્યું.. અને.. ગોરી મેમ.. સાથે લગ્ન પણ.. કર્યાં. લગ્ન કર્યાને 25વર્ષ વીતી ગયા.. લગ્નની સિલ્વર જ્યુબિલિ ઉજવવા ગુજરાતના બોડેલી ખાતે આવ્યા…. અમેરિકાના મહેમાનો ભારતીય પોશાકમાં અને ભારતીય વિધિઓમાં આનંદ લેતા જણાયા… આને કહેવાય વતન પ્રેમ…

હાલના દિવસોમાં ગુજરાત સહિત દેશભરમાંથી અનેક લોકો પોતાનું ભવિષ્ય બનાવવા માટે વિદેશ જવાનું પસંદ કરે છે, જેમાથી કેટલાક તો ત્યાં જ સ્થાયી થઈ જતા હોય છે, પરંતુ પોતાના વતનને ક્યારેય ભૂલી શકતા નથી. એક 25 વર્ષ જૂની લવસ્ટોરીની વિગત સપાટી પર આવી છે. જેની વિગત જોતા  છોટાઉદેપુરના બોડેલીના વતની નીતિનભાઈ 25 વર્ષ પહેલાં પોતાનું વતન છોડી અમેરિકા સ્થાયી થયેલા વર્ષ 1996માં કમાણી કરવા બોડેલીથી અમેરિકા પહોંચી ગયા, જ્યાં એક ગોરી મેમ સાથે પ્રેમ સંબંધ થતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. હવે લગ્નની 25મી વર્ષગાંઠની સિલ્વર જ્યુબિલી મનાવવા માટે પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે બોડેલીમાં  નીતિન ભાઇએ વરઘોડો કાઢ્યો હતો.

પોતાની 25 વર્ષની વર્ષગાંઠ અમેરિકામાં પણ સેલિબ્રેટ કર્યા બાદ નીતિનભાઈના પરિવારે અચાનક બોડેલીમાં પણ આ વર્ષગાંઠની ઉજવણી કરવાની ઈચ્છા દર્શાવી. આ વાત સાંભળી નીતિનભાઈએ તેમનાં પત્નીને પણ કહ્યું કે આપણે મારા વતનમાં જઈને પણ મનાવીએ તો…ગોરી મેમ પણ પતિની વાતથી ખુશ થઈ ગયાં અને પરિવારના અન્ય સભ્યોને પણ ભારત આવવા માટે રાજી કરી દીધા. અને ધૂમ મચી ગઇ… જાણે આજે જ નીતિનભાઈનાં લગ્ન હોય એમ આખો અમેરિકન પરિવાર ઝૂમી ઊઠ્યો હતો. પત્ની તેમજ બાળકો પણ ડાંસ કરતાં જોવા મળ્યાં હતાં. તેમજ સગાંસંબંધીઓ પણ ભારતીય સંસ્કૃતિને જોઈને ખુશખુશાલ જોવા મળ્યા હતા આ પ્રસંગે વિદેશી ગોરીઓએ દેશી પોશાક ધારણ કરી લોકોનાં મન મોહી લીધા.વિદેશી મહેમાનોનો દેશી પોશાકમાં હતા.

નીતિનભાઈ ભલે વર્ષોથી અમેરિકામાં રહે છે, પરંતુ તેઓ પોતાનો દેશપ્રેમ અને પોતાનું કલ્ચર ભૂલ્યા નથી, એટલે જ તેમણે પોતાની અમેરિકન પત્ની, બાળકો અને અમેરિકન સાસરિયાં સાથે બોડેલી ખાતે આવ્યા હતા. બોડેલી આવીને તેમણે ઉજવણી માટે ખાસ હાથી બોલાવ્યો અને એના પર પોતાનાં સાસરિયાં તેમજ પરિવારજનોનો વરઘોડો કાઢ્યો હતો, સાથે સાથે ઘોડો તેમજ બગી પણ મગાવીને આખા બોડેલીમાં બેન્ડના તાલે વરઘોડો કાઢ્યો હતો. ઉજવણીમાં અંગ્રેજોને ભારતીય પોશાકમાં જોધપુરી શૂટ, ફેંટો પહેરીને વરઘોડામાં ફરતા જોઈને બોડેલીના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version