Published by : Anu Shukla
- મની લોન્ડરિંગ કેસમાં આરોપી જેકલીન ફર્નાન્ડિઝને મોટી રાહત મળી
- ED દ્વારા લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝની તપાસ ચાલી રહી છે
- અભિનેત્રીએ એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કોર્ટ પાસે દુબઈ જવાની પરવાનગી માંગી હતી
ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી જેકલીન ફર્નાન્ડિઝને મોટી રાહત મળી છે. અભિનેત્રીએ એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કોર્ટ પાસે દુબઈ જવાની પરવાનગી માંગી હતી. કોર્ટે અભિનેત્રીને પરવાનગી આપી છે.
ED દ્વારા લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝની તપાસ ચાલી રહી છે. ED અનેક વખત આ મામલે પૂછપરછ કરી ચૂકી છે. જેકલીન ફર્નાન્ડિઝે 27થી 30 જાન્યુઆરી સુધી એક કાર્યક્રમમાં સામેલ થવા માટે દુબઈ યાત્રા માટે અદાલત પાસે પરવાનગી આપી હતી. EDએ જેક્લીનની અરજીનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. આ કેસની સુનાવણી થઇ જેમાં કોર્ટે અભિનેત્રીને મોટી રાહત આપી છે.
આ અગાઉ ડિસેમ્બરમાં પણ જેકલીને પોતાના પરિવારને મળવા માટે વિદેશ જવાની પરવાનગી માગી હતી. જો કે ત્યારબાદ અભિનેત્રીઓ વિદેશ જવાની પરવાનગી માટેની અરજી પાછી ખેંચી લીધી હતી. આ વખતે જેકલીને ફરીથી અરજી કરી હતી, જેમાં કોર્ટે તેને મંજૂરી આપી દીધી છે. જો કે કોર્ટે અભિનેત્રીને રાહત આપતા એવો આદેશ પણ આપ્યો છે કે વિદેશ યાત્રા દરમિયાન જેક્લીન જ્યાં રહેશે ત્યાંની જાણકારી આપવી પડશે.