Published By : Patel Shital
- ફક્ત 4 વર્ષનું બાળક સંસ્કૃત ભાભષામાં ગીતાના અધ્યાય બોલે છે…

ભાવનગર જેવા નગરમાં સંસ્કૃત પાઠશાળાઓ ખાનગી રીતે ચલાવાઈ રહી છે. જ્યાં હજુ 4 વર્ષની વય ધરાવતો યુવરાજ નર્સરીમાં જાય છે અને કક્કો બારાખડી ભણી રહ્યો છે પણ સંસ્કૃત ભાષામાં શ્લોક બોલી રહ્યો હાલ ભાવનગર ખાતે કેટલાક લોકો ખાનગી રીતે એકથી બે સંસ્કૃત પાઠશાળાઓ ચલાવી રહ્યા છે. ભાવનગર શહેરના વાઘાવાડી વિસ્તારમાં રહેતા મૌલિકભાઈ જોશીનો પુત્ર યુવરાજ 4 વર્ષનો છે. યુવરાજ દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં હાલ શિક્ષણ મેળવવા નર્સરીમાં જાય છે. યુવરાજની માતા અંકિતાબેને જણાવ્યું હતું કે યુવરાજને નાનપણથી સંસ્કૃત પ્રત્યે લગાવ હોવાથી તે હનુમાન ચાલીસા, ગીતાના અધ્યાયનાં શ્લોકો, હનુમંત સ્તોત્ર સહિત પોતાનો પરિચય સંસ્કૃત ભાષામાં આપે છે. તેની નાનપણમાં કંઠસ્થ કરવાની કળાને પગલે માતા પિતા પણ હર્ષની લાગણી અનુભવે છે. યુવરાજે ભાવનગરમાં અનેક સંસ્કૃત સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને પ્રથમ ક્રમાંક મેળવી ટ્રોફી-મેડલો પણ હાંસલ કર્યા છે.