Published By : Aarti Machhi
- ઘરેથી જમવાનું આવે છે, પત્ની પણ મળવા આવે છે…
દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં મસ્ત જિંદગી જીવી રહ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. હાલમાં જ EDએ કોર્ટમાં સોગંદનામું અને કેટલાક ફોટો આપીને તે અંગે ફરિયાદ કરી છે. EDએ જણાવ્યુ કે, સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં અનેક પ્રકારની સુવિધાઓ મળી રહી છે. જેલના CCTV ફુટેજમાં તેઓ બેક અને ફુટ મસાજ કરાવતા જોવા મળી રહ્યા છે. જેલ સુપરિન્ટેન્ડન્ટ નિયમો વિરૂદ્ધ જઇને સત્યેન્દ્ર જૈન સાથે મુલાકાત કરે છે, તેઓ તેને પૂછવા જાય છે કે જેલમાં મંત્રીને કોઇ સમસ્યા તો નથી ને…EDએ એમ પણ કહ્યું કે, કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી સત્યેન્દ્ર જૈન માટે દરરોજ તેમના ઘરેથી જમવાનું મંગાવવામાં આવે છે. તેમના પત્ની પૂનમ જૈન અનેક વખત તેમને મળવા સેલમાં આવે છે, જે બીન કાયદેસર છે. તેમજ તે કેસના અન્ય આરોપીઓની સાથે સેલમાં કલાકો સુધી મીટિંગ કરે છે. જે આ કેસની તપાસ માટે યોગ્ય નથી. સત્યેન્દ્ર જૈન જેલ મંત્રી હોવાનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. એવો આક્ષેપ પણ થઈ રહયો છે. જૉ કે તિહાર જેલ તંત્રએ જણાવ્યું કે, EDએ આપ નેતા સત્યેન્દ્ર જૈનની સેલ અને વોર્ટના CCTV ફુટેજ માંગ્યા હતા, જે એજન્સીને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનના સેલમાં બહારથી કોઇ નથી આવતું. એમ જણાવાયુ હતુ..