ચીનમાં કોરોના આઇસોલેટેટ સ્થાનકોની પરિસ્થિતી જેલ કરતાં પણ વધારે ખરાબ હોવાનુ જણાઈ રહ્યું છે ચીનમાં બોક્સમાં કોરોનાના દર્દીઓને કેદ કર્યા હોય તેમ જણાઈ રહ્યું છે દર્દીઓને બારીમાંથી દવા અને જમવાનું આપવામાં આવે છે હાલમા ચીનમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. આ દરમિયાન હર્ષ ગોએન્કાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે ચીનના આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની હાલત કેદીઓ કરતાં વધુ કફોડી છે. વીડિયોમાં જેલના કેટલાક બેરેક જેવા બોક્ષ સમાન રૂમ જોવા મળે છે. આ સફેદ રંગના બોક્સમાં નાની બારીઓ ખુલ્લી હોય છે અને PPE કીટ પહેરેલી વ્યક્તિ બારીમાંથી અમુક વસ્તુઓ દર્દીઓને આપે છે. ઘણી ગર્ભવતી મહિલાઓ અને કોરોના સંક્રમિત બાળકો પણ આ આઇસોલેશન સેન્ટર્સમાં બંધ છે કોરોનાના વધતા કેસોને જોતા હવે ચીન ફરી પોતાની ઝીરો કોરોના પોલિસી કડક કરી દીધી છે. ત્યાંના પાર્ક, શોપિંગ મોલ, થિયેટર જેવા જાહેર સ્થળોમાં પ્રવેશવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. તેમાં પણ 72 કલાક કરતાં જૂના રિપોર્ટ્સ સ્વીકારવામાં આવતા નથી.
જેલ કરતાં પણ ખરાબ ચીનનું કોવિડ આઇસોલેશન સેન્ટર દર્દીઓ સાથે માનવતા વિહોણું વર્તન…..
RELATED ARTICLES