Published by : Rana Kajal
ઘણી જગ્યા શ્રાપિત હોય તો ઘણાં મકાન પણ શ્રાપિત હોય છે ત્યારે ઍક શ્રાપિત ખુરશી પણ જણાઈ છે જેની પર કોઈ વ્યક્તિ બેસે તો તેનું મોત થાય છે તેવી માન્યતા છે. ઍક શ્રાપિત ખુરશી જેના વિશે કહેવાય છે કે તેના પર બેસનારા દરેક વ્યક્તિના મોત થઈ જાય છે. હાલમા આ ખુરશી ઈંગ્લેન્ડના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ ખુરશી એટલી ભયાનક છે કે તેને જમીનથી ઘણાં ફૂટ ઉપર લટકાવી દેવામાં આવી છે જેથી તેના પર કોઇ બેસી ન શકે…
શ્રાપિત ખુરશી અંગે વિગતે જોતા આ ખુરશી થોમસ બસ્બી નામના એક વ્યક્તિની હતી. તેના સસરા એકવાર તેની આ ખુરશી પર બેઠા હતા. આનાથી થોમસ ગુસ્સે થયો અને તેણે તેની હત્યા કરી નાખી હતી હત્યાના આરોપમાં થોમસ બસ્બીને ફાંસી આપી દેવાઈ હતી. મરતા પહેલા થોમસે શ્રાપ આપ્યો કે જે આ ખુરશી પર બેસવાની હિંમત કરશે તે મરી જશે. પરંતુ થોમસના મૃત્યુ પછી પણ ઘણા લોકોએ આ વાતને ગંભીરતાથી ન લીધી અને ખુરશી પર બેસવાની ઈચ્છા કરી, આમ કરવા પર થોડા જ દિવસોમાં તે તમામના મોત થઈ ગયા. એટલુ જ નહિ પરંતુ થોડા સમયમાં જ આ ખુરશી પર બેઠનારા 4 લોકોના મોત થતા લોકોએ તેને શાપિત માની લીધી હતી તેમજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાક સૈનિકો આ ખુરશી પર બેઠા હતા. તે તમામ સૈનિકોમાંથી એક પણ યુદ્ધ દરમિયાન જીવતો બચી શક્યા નહી. માન્યતા એવી છે કે આજે પણ થોમસ બસ્બીની આત્મા ખુરશીમાં છે