Published by : Rana Kajal
“જુડવા” અન્ય ફિલ્મોમાં દર્શાવ્યા પ્રમાણે જુડવા સંતાનો ઍક સરખો અભિગમ ધરાવતા હોય છે. સાથે જ તેમનો દેખાવ પણ લગભગ ઍક સરખો હોય છે. પરંતુ હાલમાં જાહેર થયેલ ધો.10 ના પરિણામ માં બે જુડવા ભાઈઓએ ઍક સરખુ પરિણામ મેળવતા ભારે અચરજ ફેલાયું છે. સુરતની ભક્તિ ઇન્ટર નેશનલ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા જુડવા ભાઈઓએ ઍક સરખા ગુણ મેળવ્યા છે. પિતા દિપક સભાડિયા મુળ ભાવનગર ગારીયાધાર ના વતની છે. તેમનાં ધો 10માં ભણતા બે જોડિયા પુત્રો રૂત્વ અને રૂદ્ર ઍક સરખી રૂચી અને આદતો ધરાવે છે. હાલમા જાહેર થયેલ ધો.10 ના પરિણામમાં જુડવા ભાઈઓએ ઍક સરખા 99.96 પી.આર સાથે 95.05 ટકા મેળવતા સર્વત્ર આશ્ચર્ય અને અચરજ ફેલાયું છે..