Published by : Anu Shukla
- વિજ્ઞાનિકોની ટીમ જોશીમઠ ભૂસ્ખલન અંગે દિવસ-રાત અભ્યાસ કરી રહી છે
- ભૂસ્ખલન વિસ્તારની માટી અને પાણીના નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે
જોશીમઠ ભૂસ્ખલન કેસમાં નવો ખુલાસો થયો છે. ભૂસ્ખલનનો અભ્યાસ કરીને પરત ફરેલા એક સંસ્થાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વરસાદી આફત બાદ અલકનંદા નદીમાં સતત ટો કટીંગની સાથે હાઈડ્રોસ્ટેટિક પ્રેશરથી આ દ્રશ્ય જોશીમઠમાં જોવા મળ્યું છે. જોકે રાહતની વાત એ છે કે ભૂસ્ખલન વિસ્તારનું મોટા ભાગનું પાણી પાછુ અલકનંદા નદીમાં આવી ગયું છે. હવે જમીન સુકાઈ જવા લાગી છે. આવી સ્થિતિમાં આ ભૂસ્ખલન ઘણા અંશે ઘટશે.
ઉનાળો શરુ થતા જ પરિવર્તન આવશે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જોશીમઠમાં ભૂસ્ખલન સંભવત વિસ્તારની જમીન સ્થિર થવાનો પ્રયાસ કરી રહી છે. આમાં થોડો સમય લાગશે. ઉનાળો શરૂ થતાની સાથે જ પરિસ્થિતિમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. જોશીમઠની જેપી કોલોનીમાં જે પાણી 10 લિટર પ્રતિ સેકન્ડની ઝડપે વહેતું હતું તે હવે 1.9 લિટર પ્રતિ સેકન્ડની ઝડપે વહી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વર્ષ 2021માં આવેલી વરસાદી દુર્ઘટના પણ જોશીમઠ ભૂસ્ખલન માટે જવાબદાર છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આપત્તિ દરમિયાન ધૌલીગંગા અને અલકનંદા નદીઓમાં મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવ્યો હતો જેના કારણે અલકનંદા નદીમાં ટો કટિંગ થયુ હતું જે હજુ પણ ચાલુ છે.
ભૂસ્ખલન વિસ્તારની માટી અને પાણીના લેબોરેટરીમાં મોકલાયા
વૈજ્ઞાનિકો તેમની સાથે ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારમાંથી માટી અને પાણીના કેટલાક નમૂના પણ લાવ્યા છે. આ નમૂનાની તપાસ સંસ્થાની લેબોરેટરીમાં કરવામાં આવી રહી છે. આ પરથી જાણી શકાય કે જમીનમાં પાણીનું પ્રમાણ કેટલું છે? જે પાણી વહી રહ્યું છે તે કોઈ અજાણ્યા કુદરતી સ્ત્રોતનું પાણી છે? અથવા ઘરોમાંથી નીકળવાવાળું પાણી છે? હાલ વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈડ્રોલોજી, આઈઆઈટી રૂરકી, જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, આઈઆઈઆરએસ સહિત દેશની ઘણી જાણીતી સંસ્થાઓના વૈજ્ઞાનિકોની ટીમ જોશીમઠ ભૂસ્ખલન અંગે દિવસ-રાત અભ્યાસ કરી રહી છે.