Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAhmedabadજો અમદાવાદમાં પાંચ બ્રિજ ન જોયા તો શું જોયું?

જો અમદાવાદમાં પાંચ બ્રિજ ન જોયા તો શું જોયું?

Published by : Rana Kajal

26 ફેબ્રુઆરી, 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી. એક સમયે 8 દરવાજાના શહેર તરીકે જાણીતું હતું. જે આજે તેના 611મા સ્થાપના દિને ફ્લાયઓવરનું શહેર બની ગયું છે. આજે શહેરમાં ફ્લાયઓવર્સની સંખ્યા જોઈએ તો તે એક સમયે શહેરના જેટલાં દરવાજા હતા તેના કરતાં 10 ગણાથી પણ વધારે છે. હાલ અમદાવાદ શહેરમાં 79 જેટલા ફ્લાયઓવર્સ અસ્તિત્વમાં છે અને 10 જેટલા ફ્લાયઓવર્સનું નિર્માણ કાર્ય ચાલું છે. ઐતિહાસિક દરવાજા માટે ઓળખાતા શહેરમાં આજે ફ્લાયઓવર્સની ભરમાર છે.

વસ્ત્રાલ ઓવરબ્રિજ

વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પર શહેરનો સૌ પ્રથમ વર્તુળ આકારનો ફૂટ ઓવરબ્રિજ શરૂ થયો હતો રાહદારીઓ સરળતાથી ચાલતા જઈ શકે તે માટે ચાર મીટર પહોળો પેસેજ છે. ફૂટ ઓવર બ્રિજ પરથી સીધા વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન જઈ શકાશે. આ ઉપરાંત મેટ્રો સ્ટેશનથી રિંગ રોડ પણ ક્રોસ કરી શકાશે. ફૂટ ઓવરબ્રિજની ચારેય દિશામાં પગથિયાં, લિફ્ટ, એસ્કેલેટર છે. બ્રિજને લીધે લોકોએ રોડ ક્રોસ કરવા ટ્રાફિક વચ્ચેથી નહીં જવું પડે.

અટલ ફૂટ બ્રિજ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા સાબરમતી રિવરફ્રન્ટનો અટલ ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે તૈયાર થયેલા 300 મીટરના આઈકોનિક બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનાવવા 2700 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે. આ બ્રિજ ઉપરથી મન મોહી લેતો નજારો જોવા મળશે. ફૂટઓવર બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. એટલે કે, અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે.

default

કાંકરિયા અનુપમ બ્રિજ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કાંકરિયા અનુપમ બ્રિજનું 5 વર્ષે રિનોવેશન પૂર્ણ થતાં બે મહિના અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો માટે બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ પરથી દરરોજ અંદાજે 3 લાખ વાહનો પસાર થઈ રહ્યાં છે. રૂ. 41 કરોડના ખર્ચે 4 લેનનો નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.આ બ્રિજ શરૂ થઈ જતા હવે કાંકરિયાથી ખોખરા, હાટકેશ્વર અને સીટીએમ તરફ જવા માટે 4 કિલોમીટર ફરીને જવું પડશે નહીં. પશ્ચિમ રેલવેનો આ સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ છે.

શીલજ રાંચરડા રેલવે ઓવરબ્રિજ

રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્ર ને જોડતી રેલવે લાઇન પસાર થાય છે. 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે. જ્યારે ટ્રેન નીકળે એટલે ફાટક 5 મિનિટથી વધારે બંધ રહે એટલે 24 કલાકમાં 6 કલાક ફાટક બંધ રહેતો હતો. જેના કારણે 10 લાખ લોકો પ્રભાવિત થતા હતા.પરંતુ થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા રેલવે ઓવરબ્રિજ બની જતા 10 લાખ લોકોને રાહત મળશે.આ બ્રિજ બનાવવા માટે 60 કરોડ રૂપિયાનો અંદાજ હતો પણ 55 કરોડમાં કામ પૂર્ણ થયું છે.એટલે અંદાજ કરતા પણ ઓછા ખર્ચમાં રેલવે ઓવર બ્રિજ તૈયાર થયો છે.

અડાલજ ક્લોવર લીફબ્રિજ

ગાંધીનગર નજીક અડાલજ ચોકડી પર ગાંધીનગરથી સરખેજ હાઇવે અને સાબરમતીથી મહેસાણા હાઇવે પરના ક્લોવર લીફ બ્રિજને વધુ સુરક્ષિત કરવાનો નિર્ણય કરાયો છે. તેના અંતર્ગત બ્રિજની ફરતે કમ્પાઉન્ડ વોલ બાંધવાની સાથે ફેબ્રિકેશન વર્ક કરીને ચેઇન લીન્ક ઝાળી લગાડવામાં આવશે. ઉપરાંત ચાર પાંદડીના ફૂલ જેવા આકારના આ બ્રિજની વચ્ચેના ગાળાની વિશાળ જમીન લાંબા સમયથી પડતર પડી રહી છે. આ જમીનનો ઉપયોગ થાય અને વધારાની સુવિધા ઉભી થાય તેના માટે અહીં 2.50 લાખ લીટર ક્ષમતા ધરાવતા 4 અન્ડર ગ્રાઉન્ડ સમ્પ વેલ બાંધવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!