Published by: Rana kajal
તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીની જાહેરાત કરનાર રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ તેમના ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વધતી લોકપ્રિયતા વચ્ચે હેલીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનની સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. હેલીએ બાઈડેન સરકાર વતી વિદેશ મોકલાતી મદદને લઈને આકરા પ્રહાર કર્યા હતા. એક ઓપિનિયન લેખમાં તેમણે કહ્યું કે અમેરિકા દર વર્ષે ૪૬ અબજ ડૉલરનો ખર્ચ કરે છે જેનાથી ચીન, પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોને ફાયદો મળે છે. બાઈડેન સરકારે પાકિસ્તાનને સૈન્ય સહાય કરવાનું ચાલુ રાખ્યું છે. પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોમાં અમારો વિરોધ થાય છે અને ત્યાં આતંકી સંગઠનો પણ સક્રિય છે છતાં ત્યાં મદદ મોકલાય છે. તેમણે કહ્યું કે હું મારા શત્રુઓને મદદ તરીકે મોકલાતી ફન્ડિંગનો સંપૂર્ણપણે અંત લાવી દઈશ.