Published By:-Bhavika Sasiya
કોઈ કેસમા સાક્ષી ન હોયતો ગુનો કઈ રીતે સાબીત થઈ શકે તે માટે કોર્ટે દિશા સુચન કર્યું હતું.
આ બાબતે વિગતે જોતા 2008ના હત્યાના કેસમાં દોષિત ઠરેલા એક શખ્સને નિર્દોષ જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જો કોઈ ઘટનાનો પ્રત્યક્ષદર્શી ન હોય તો ફરિયાદી પક્ષે ગુનો આચરવા માટેનો હેતુ સ્થાપિત કરવો પડશે.
શું કહ્યું સુપ્રીમની ખંડપીઠે તે અંગે વિગતે જોતા જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે નોંધ્યું છે કે તમામ સાક્ષીઓએ જણાવ્યું છે કે અરજદાર અને મૃતક વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી. ખંડપીઠે જણાવ્યું હતું કે, “એક વખત આ ઘટનાનો કોઈ પ્રત્યક્ષદર્શી ન હોય, પછી ફરિયાદી પક્ષે ગુનો આચરવા માટેનો હેતુ સ્થાપિત કરવો પડશે, કારણ કે સીધા પુરાવાના કિસ્સામાં હેતુની મુખ્ય ભૂમિકા હોઈ શકે નહીં. જો કોઈ હેતુ સેટઅપ ન હોય અથવા સાબિત ન થાય અને પ્રત્યક્ષ પ્રત્યક્ષદર્શીઓ હોય, તો હેતુ તેનું મહત્વ ગુમાવી શકે છે.
સમગ્ર ઘટનાની વિગત જોતા છત્તીસગઢ હાઈકોર્ટના એક આદેશને પડકારતી આરોપીની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આવા અવલોકન કર્યાં હતા જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ તેને દોષી ઠેરવવાની પુષ્ટિ કરવામાં આવી હતી અને દંડની સાથે આજીવન કેદની સજાની પુષ્ટિ કરવામાં આવી હતી.
ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવી હતી કે, જ્યારે તેમનો ભત્રીજો ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેના પર આરોપીએ ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. તેણે વધુમાં દાવો કર્યો હતો કે, જ્યારે તે ઘટના સ્થળે દોડી ગયો ત્યારે તેણે જોયું કે આરોપીને ભાગી રહ્યો છે અને ગુનામાં વપરાયેલું નું હથિયાર ત્યાં જ પડ્યું હતું. આ પછી સુપ્રીમે કહ્યું કે મૃતકના કાકાની જુબાની વિશ્વસનીય નથી અને તે દોષી ઠેરવવાનો આધાર બનાવી શકે નહીં.સુપ્રીમે કહ્યું કે મૃતકના કાકા કોઈનાથી પ્રભાવિત થઈને આવું નિવેદન આપ્યું હતું. જ્યારે કોર્ટે અવલોકન કર્યું હતું કે, “તબીબી પુરાવાઓ ફરિયાદીના કેસને ટેકો આપતા નથી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ક્રાઈમના હથિયારથી મૃતકને ઈજા થઈ હોવાનું જણાતું નથી. અપીલ કરનાર કોઈ પરિચિત અને મિત્રની હત્યા કોઈ કારણ વિના શા માટે કરે છે તેનો કોઈ હેતુ નહોતો. ખંડપીઠે જણાવ્યું હતું કે મૃતક દારૂના નશામાં હતો અને તેથી તે બેભાન બનીને ધારધાર હથિયાર પર પડ્યો હોઈ શકે જેને કારણે તેનું મોત થયું હોય શકે છે