- ચ્યવનપ્રાશના નામે ખાંડ તો નથી ઝાપટી રહ્યા ને!:આ રીતે ઓળખો ચ્યવનપ્રાશ અસલી છે કે નકલી? તો બાળકોને કેટલા પ્રમાણમાં આપી શકાય?
શિયાળામાં બધા જ ઘરમાં જ ચ્યવનપ્રાશનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, ચ્યવનપ્રાશથી રોગ પ્રતિકારક શક્તિમાં તો વધારો થાય છે આ સાથે જ અનેક બીમારીઓ પણ દૂર કરે છે, આયુર્વેદમાં પણ ચ્યવનપ્રાશનું મહત્ત્વ અંગે જાણકારી આપવામાં આવી છે.
સો પ્રથમ ચ્યવનપ્રાશ શું હોય છે તેની વિગત જોતા ચ્યવનપ્રાશ બનાવવામાં 40થી 50 વસ્તુનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી આયુર્વેદિક ઔષધિને ચ્યવનપ્રાશ કહેવામાં આવે છે, જૉકે ચ્યવનપ્રાશમાં મુખ્તત્વે આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. ચ્યવનપ્રાશ બનાવવા માટે બધી વસ્તુને મિક્સ કરીને એક પેસ્ટ જેવું તૈયાર કરવામાં આવે છે. જેને બાળકોથી લઈને વૃદ્ધ લોકો સરળતાથી ખાઈ શકે છે. અસલી કે નકલી ચ્યવનપ્રાશની ઓળખ સરળતાથી ઘર પર જ કરી શકાય છે. પાણી ભરેલ ગ્લાસમાં ઍક ચમચી ચ્યવનપ્રાશ નાખતા ચ્યવનપ્રાશ પાણી માં બેસી જાય તો અસલી અને જો પાણીમાં ન બેસે તો નકલી ચ્યવનપ્રાશના ફાયદા જોતાં આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
શરીરમાં પોષક તત્ત્વોની ખામીઓને દૂર કરે છે.ચ્યવનપ્રાશમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ ત્વચા માટે ફાયદાકારક છે. જેનાથી ચહેરાની કરચલીઓ અને ફાઇન લાઇન્સ પણ દૂર થાય છે.ચ્યવનપ્રાશ ખાવાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે. હૃદયના સ્નાયુઓ પણ મજબૂત થાય છે.ચ્યાવનપ્રશ માનસિક ક્ષમતા વધારવામાં ફાયદાકારક છે. તે અનિદ્રા અને અલ્ઝાઇમર જેવા રોગોમાં ખાવુ જોઈએ.મગજને મજબૂત કરે અને યાદશક્તિને મજબૂત બનાવે છે.
ચ્યવનપ્રાશ ખાવાથીપાચન તંત્ર મજબૂત થાય છે. પેટના કેન્સરનું જોખમ ઘટાડે છે.
ફેફસા સંબંધિત રોગો માટે ફાયદાકારક માનવામાં આવે છે. શરદી અને ઉધરસ જેવા રોગો દૂર રહે છે.
તે વાત પિત્ત અને વાયુ ત્રણ દોષોમાં સંતુલન રાખીને શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
ચ્યવનપ્રાશ ખાવાથી જૂની બીમારીઓ દૂર થાય છે.દાંત અને હાડકાં મજબૂત છે. શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ પણ વધે છે.
મહિલાઓના પીરિયડ્સ નિયમિત હોય છે. ચ્યવનપ્રાશ સગર્ભા સ્ત્રીઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. સાથે જ શરદી, શરદી અને વિવિધ એલર્જીથી બચાવે છે બાળકોને મોસમી બીમારીથી બચાવવા માટે દરરોજ ચ્યાવનપ્રશને ખવડાવવું જોઈએ. જેનાથી બાળકોની રોગપ્રતિકાર શક્તિ વધે છે.સૂતા પહેલાં દૂધ સાથે એક ચમચી ચ્યવનપ્રાશ બાળકોને ખવડાવું જોઈએ, જેનાથી પાચનક્રિયા સારી રહે છે.જૉકે વર્ષના બાળકોને ચ્યવનપ્રાશ ખવડાવવાની બિલકુલ જરૂર નથી. બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાએ ચ્યાવનપ્રશ અવશ્ય ખાવું જોઈએ.
1-5 વર્ષના બાળકોને અડધી ચમચી ચ્યવનપ્રાશ ખવડાવવું જોઈએ.
6-12 વર્ષના બાળકોને એક ચમચીચ્યવનપ્રાશ ખવડાવી શકાય છે.
12 વર્ષથી વધુ ઉંમરના લોકો 2 ચમચી ચ્યવનપ્રાશ ખાઈ શકે છે.ચ્યવનપ્રાશ ખાવાનો બેસ્ટ સમય સવારે ખાલી પેટ છે. અને શિયાળામાં સવારે ખાલી પેટે ચ્યવનપ્રાશ ખાવામાં આવે તો અનેકગણો ફાયદો થાય છે. ચ્યવનપ્રાશ ખાવાથી ઠંડીને કારણે થતી શરદી અને ઉધરસની સમસ્યા પણ જોયા મળતી નથી..




