અંકલેશ્વરના પીલુદરા ગામ જેવી જ ઘટના ઝઘડીયાના ઉચ્છદ પાસે બનતાં સહેજમાં રહી ગઇ હતી . ઉચ્છદ ગામના કેટલાક લોકો ટ્રેકટર લઇને રાજપરા ગામની સીમમાં આવેલાં ખેતરોમાં કેળા લેવા માટે ગયાં હતાં ટ્રેકટરમાં કેળા ભરી તેઓ પરત આવી રહયાં હતાં તે વેળા મધુમતી ખાડીની વચ્ચે જ પહોંચ્યાં ત્યાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ડ્રાઇવર સહીતના 6 રહીશો ટ્રેકટરમાંથી નીચે ઉતરી જતાં તેમનો બચાવ થયો હતો.

ધોળી ડેમ ઓવરફલો થઇ રહયો હોવાથી મધુમતિ ખાડીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. હરીપુરા અને રાજપરા વચ્ચે મધુમતિ ખાડી પર કોઝ વે બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહયા છે.