Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAccidentઝઘડિયાના ખડોલી ગામ નજીક ખાનગી બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પાચાલકનું...

ઝઘડિયાના ખડોલી ગામ નજીક ખાનગી બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પાચાલકનું ગંભીર ઇજાના પગલે મોત

Published By : Aarti Machhi

ભરૂચના ઝઘડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી. તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે દોડધામ મચી જવા પામી હતી. તો ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા.

અકસ્માતના આ બનાવમાં ટેમ્પાચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકો ઘાયલ થતાં તેઓને અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લોકોએ પોલીસને જાન કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત અંગેની તપાસ ઝઘડીયા પોલીસ ચલાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!