- ઇક્કો કારમાં અપહરણ કરી દશાન ગામ પાસેથી પ્રેમિકા ફરાર હોવાની કહાની ગળે ઉતરે તેવી નથી
- 19 દિવસથી ગુમ થયેલ પૌત્રી અંગે દાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
- અંકલેશ્વર શહેર પોલીસે યુવતીના અપહરણમાં સામેલ 3 મહિલા અને 2 પુરૂષની કરી ધરપકડ
અંકલેશ્વરના અંદાડા ખાતે પરણિત પ્રેમી સાથે રહેતી પ્રેમિકાનું પત્ની સહીત પાંચ ઈસમોએ અપહરણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ઝઘડિયાના સિમોદરા ખાતે રહેતા પરિણીત કિશન માનસંગ વસાવા દહેજના જોલવા ગામની 21 વર્ષીય યુવતીના પ્રેમમાં પડ્યો હતો. બે મહિના પહેલા કિશન દાદી જોડે રહેતી પ્રેમિકાને લગ્ન કરવાનું વચન આપી લઈ ગયો હતો.અને અંકલેશ્વરના અંદાડા ગામે મકાન ભાડે રાખી તે પ્રેમિકા પાયલ જોડે રહેવા લાગ્યો હતો. દાદી અવારનવાર પૌત્રીને ફોન કર્યા કરતી હતી. બધું બરાબર ચાલતું હતું. જોકે 25 ઓગસ્ટે પૌત્રીનો ફોન બંધ આવતા દાદી અંદાડા પહોંચી હતી પણ કિશનનું ઘર બંધ આવ્યું હતું.દરમિયાન ખબર પડી હતી કે પૌત્રીના પ્રેમીની પત્ની કરિશ્મા કિશન વસાવા રાજપારડીથી ઇકોમાં 3 મહિલા અને 2 પુરૂષોને લઈ અંદાડા 24 ઓગસ્ટે પહોચી હતી. પતિની પ્રેમિકાને માર મારી ઇકોમાં બેસાડી તેના ઘરે જોલવા મુકવા જતા હતા. દરમિયાન દશાન ગામે પાયલ ભાગી ગઈ હોવાની વાર્તા ઘડી કાઢી હતી.દાદીએ પૌત્રી પાયલ 19 દિવસથી ગુમ થવાની અને અપહરણની ફરિયાદ આપતા અંકલેશ્વર પોલીસે કિશનની પત્ની કરિશ્મા, વાળંદ પરિવારના કમલેશ, તેની પત્ની મનીષા, વૈશાલી અને ઇકોના ચાલક અકબરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.