- શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
- ઓપરેટર નીચે ઉતરી જતા થયો આબાદ બચાવ
ઝઘડિયા તાલુકાના વણાંકપોર ગામની સીમમાં શેરડી કટિંગ કરતા હાર્ડવેસ્ટર મશીનમાં શોર્ટ સર્કીટને પગલે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી
આજરોજ સવારના અરસામાં ઝઘડિયા તાલુકાના વણાંકપોર ગામની સીમમાં હાર્ડવેસ્ટર મશીન વડે શેરડી કટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન અચાનક મશીનમાં આગ ભભૂકી ઉઠી હતી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાર્ડવેસ્ટર મશીનનો ઓપરેટર સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
આગને પગલે ખેડૂતોએ ઝઘડિયા જીઆઇડીસી ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીની મીનીટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે આગમાં મશીન બળીને ખાખ થઇ ગયું હતું. શેરડી કટિંગ કરતા હાર્ડવેસ્ટર મશીનમાં શોર્ટ સર્કીટને પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે.