Home Bharuch ઝઘડિયાની કાવેરી નર્મદા નદીના સંગમની મધ્યમાં આવેલ પૌરાણિક ગુમાનદેવ હનુમાનજી મંદિર….

ઝઘડિયાની કાવેરી નર્મદા નદીના સંગમની મધ્યમાં આવેલ પૌરાણિક ગુમાનદેવ હનુમાનજી મંદિર….

0

Published By: Aarti Machhi

ઝઘડિયા તાલુકામાં ગુમાનદેવ હનુમાન દાદાનું મંદિર ખાતે શ્રાવણ માસમાં ભકતોની ભારે ભીડ ઉમટે છે

ઝગડિયા તાલુકામાં ગુમાનદેવ મંદિર કાવેરી નર્મદા નદીના સંગમની મધ્યમાં આવ્યું છે. આશરે 500 વર્ષ પહેલા અયોધ્યાના હનુમાનગાધિની સાગરિયા પટીના સંત તેમજ રામાનંદ સંપ્રદાયના મહાન સંત એવા સ્વામી ગુલાબદાસજી મહારાજ ઝગડીયા નજીક આવેલા મોટા સાંજ ગામ પાસે આવ્યા હતા.

સ્વામી ગુલાબદાસજી મહારાજ જયારે સૂતા હતા દરમિયાન અચાનક તેમને એવો આભાસ થયો કે હનુમાન દાદા તેમને કંઈક કહેવા અર્થે આવ્યા છે અને તેઓનાથી થોડા જ અંતરે દાદાની મૂર્તિ પણ રહેલી છે ગુલાબદાસજી મહારાજએ જ્યારે ઉઠીને તે સ્થળે જોયું ત્યારે એક શિયાળ મૂર્તિને વળગી રહ્યું છે. અને અનેક ગોવાળિયાઓ શિયાળને મારવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ગુલાબદાસજીએ પળનો વિલંબ કર્યા વગર ગોવાળિયાઓને શિયાળને મારતા રોક્યા હતા. આજુબાજુના ગામોમાં આ ઘટના વાયુવેગે પ્રસરી ગઈ હતી અને લોકોની ભીડ આ સ્થળે  ઉમટી પડી હતી. લોકોએ સ્થળ પર રહેલા પથ્થરમાં હનુમાન દાદાના દર્શન થયા હતા અને તેઓએ હનુમાન જ્યંતિના દિવસે અહીં સ્થાપના કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ગુમાનનો મતલબ ઘમંડ એટલે માણસનું ઘમંડ દૂર કરનારા દેવ. આ પગલે મંદિરને ગુમાનદેવ નામ આપવામાં આવ્યું છે. મંદિરમાં રહેલી મૂર્તિ આજે પણ એ જ રૂપમાં હાજર છે.

શ્રાવણ માસમાં ભકતોની ભારે ભીડ ઉમટે છે

ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ભકતો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. તો મંગળવાર અને શનિવારના દિવસે પણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version