Published by: Rana kajal
- આદિવાસી પંથકમાં લિવ ઇન રિલેશનમાં 18 દિવસમાં જ બીજી મહિલાની હત્યા
- ખાલક કંપની ગામે આડા સંબંધના વહેમે પ્રેમી 52 વર્ષની પ્રેમિકાની ધારદાર હથિયાર વડે હત્યા કરી ફરાર
આદિવાસી ઝઘડિયા પંથકમાં 18 દિવસમાં જ લિવ ઇન રિલેશન રહેતી મહિલાની હત્યાની બીજી ઘટના સામે આવી છે.
ઝઘડિયા તાલુકાના ખાલક કંપની ગામે 52 વર્ષીય મંજુલાબેન મુસાભાઈ વસાવા સુરેશ સરાદ વસાવા સાથે લગ્ન કર્યા વગર પતિ-પત્ની તરીકે રહેતા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી બન્ને લિવ ઇન રિલેશનમાં રહેતા હતા જોકે સુરેશે 20 જૂને 52 વર્ષીય મંજુલાબેન ઉપર આડા સંબંધનો વહેમ રાખી ઝઘડો અને મારઝૂડ કરી હતી.
જેને લઈ મહિલા તેના ભાઈ બાબુ મુસા વસાવાના ઘરે આવી ગઈ હતી. બીજા દિવસે 21 જૂને સુરેશ ત્યાં આવી પોહચી તું મારી સાથે ઘરે ચાલ નહિ તો મારી નાખીશ તેમ કહેતા તે પાછી ઔરવશ5 જોડે તેના ઘરે ગઈ હતી.
દરમિયાન 22 જૂને સાંજે સુરેશે કોઈ ધારદાર હથિયાર વડે મંજુલાબેનને મોઢા, કપાળ, માથા અને હાથ પગ ઉપર માર મારી મોત નિપજાવી દીધું હતું. આધેડ પ્રેમિકાની હત્યા કરી ફરાર થઇ જતા મૃતકના ભાઈની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ 5 જૂને પણ નાના સાંજા ખાતે લિવ ઇન માં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દીધી હતી.