દિપડી પોતાના બે બચ્ચાને લઈ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ધસી આવી હોય તેવુ અનુમાન. દિપડાએ કુતરાનો શિકાર કરી ઘરનાં બારણેથી ખેચી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવાં પામ્યો હતો.આ ઘટનાની જાણ વાયુ વેગે ફેલાતા લોક ટોળા ઉમટી પડયા હતા.
આ બાબતની જાણ ઝઘડીયા વનવિભાગને કરતાં વન વિભાગનાં અધિકારી અને સ્ટાફ સ્થળ પર દોડી આવી આખી ઘટનાનો ચિતાર મેળવ્યો હતો.રાત્રીના અંધકારનાં કારણે કામગીરી સંભવ ન હોવાને કારણે લોકોને પોતાના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. આ દિપડી છેલ્લા ઘણા સમયથી દેખાય છે. તેવું ત્યા નાં રહેણાંક લોકો દ્વારા જાણવા મળ્યું હતું.