Published By : Parul Patel
- શનિવારે વડોદરા તરફ જતી લેનના 50 થી વધુ લારી,ગલ્લા, કેબીનો, દુકાનો હટાવાઈ
- NHAI એ પોલીસ સાથે રહી ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું
- ભરૂચમાં હાઇવે પર હવે દિવસ-રાત ગમે તે સમયે નહીં મળે નાસ્તો કે જમવાનું…
હવે ભરૂચના હાઇવે પર ધાબા, રેસ્ટોરન્ટ, હોટલ સિવાય તમને રાત-દિવસ ગમે ત્યારે નહિ મળે ખાણીપીણી, નાસ્તો કે જમવાનું.
ટ્રાફિક અને અકસ્માતોને લઈ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા શુક્રવારે વડોદરાથી સુરત જતી લેનના ઝાડેશ્વર ચોકડી પરના દબાણોનો સફાયો કરાયો હતો. ગઈકાલે 25 જેટલા દબાણો હટાવ્યા બાદ આજે શનિવારે સામેની લેનમાં તવાઈ બોલવાઈ હતી.
સુરતથી વડોદરા જતી લેનમાં ઝાડેશ્વર ચોકડી પર 50 થી વધુ કેબીનો, લારી,ગલ્લા, દુકાનો અને ધાબા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાઇવે ઓથોરિટીએ ક્રેઇનની મદદથી દૂર કરી દીધા હતા.
વર્ષોથી ઝાડેશ્વર, નર્મદા ચોકડી ઉપર બન્ને તરફ હાટડીઓ નાખી ખાણીપીણીનો વેપલો કરી પરિવાર ચલાવતા લોકોની આજીવિકા છીનવાઈ જતા તેઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.