Published By:-Bhavika Sasiya
યોગા અને ડાન્સ ની સાથે સાથે ઝુમ્બા ડાન્સ પણ શરીર માટે ખુબ ઉપયોગી સાબીત થઈ રહ્યું છે તેથીજ ઝુમ્બા ડાન્સ દ્વારા વર્કઆઉટનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઝુંબા ડાન્સ માત્ર વજન ઘટાડતું નથી પણ તેને કરવાથી શરીરને લચીલું પણ બનાવે છે. આ વર્કઆઉટ અન્ય વર્કઆઉટ કરતાં વધુ ફાયદાકારક છે અને ઝુમ્બા ડાન્સ કરવાથી મસલ્સની પણ માવજત થાય છે, ફેટ લોસ થાય છે અને કેલરી પણ બર્ન થાય છે.
ઝુબા ડાન્સમાં બેલી ડાન્સ, સાલસા, હિપ-હોપ વગેરે જેવી તમામ નૃત્ય શૈલીઓના સ્ટેપ્સનો સમાવેશ થાય છે, જેના ઘણા ફાયદા થઈ શકે છે.જેમકે બળમાં વધારો.

જ્યારે આપણે ઝુમ્બા ડાન્સ કરીએ છીએ, ત્યારે શરીર ઝડપથી ચાલે છે, જેનાથી શરીરના સ્નાયુઓમાં લોહીનો પ્રવાહ સુધરે છે અને શરીરમાં શક્તિ વધે છે. થોડા દિવસો સુધી ઝુમ્બા વર્કઆઉટ કરવાથી તમને તેના ફાયદા દેખાવા લાગશે. તેમજ ઝુમ્બા ડાન્સ કરવાથી વજન ઝડપથી ઘટે છે. આ દૈનિક કસરતો તમને તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. ઝુમ્બા કરવાથી શરીરની ઝડપી કસરત થાય છે, જેના કારણે ચરબી ઝડપથી અને સરળતાથી બળી જાય છે. વર્કઆઉટ કરવા માટે આ એક સરસ ડાન્સ ફોર્મ કસરત છે.. તણાવ ઘટાડે છે.
ઝુમ્બા ડાન્સ એ એક વર્કઆઉટ છે જે સેરોટોનિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે, એક હોર્મોન જે શરીરને સારું લાગે છે. જ્યારે તમે સારા મૂડમાં હોવ ત્યારે તણાવ ઓછો થશે.
ઝુમ્બા કરવાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે, જે આપણા શરીરના રક્તકણોને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. ઝુમ્બા કરવાથી ધમનીઓમાં લોહીનો પ્રવાહ સારો રહે છે. જેના કારણે બ્લડપ્રેશરની સમસ્યા પણ રહે છે. આ ઉપરાંત ઝૂંબા ડાન્સ થી કેલરી બર્ન થાય છે ઝુમ્બા ડાન્સ કરવાથી શરીરના તમામ સ્નાયુઓ સક્રિય થઈ જાય છે. તે એક સારા કાર્ડિયો વર્કઆઉટ તરીકે કામ કરે છે. લગભગ 40 મિનિટનો વર્કઆઉટ કરીને 370 કેલરી બર્ન કરી શકો છો.