મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના અંગે પોલિસે ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિકનુ નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામા 134 કરતા વધુ લોકોના મોત નીપજ્યા હતા. ગયા વર્ષે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પહેલા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમા 134 કરતા વધુ લોકોના મોત નીપજ્યા હતા. પોલિસે 1262 પાનાની ચાર્જશીટ દાખલ કરેલ છે.જેમા ઝુલતા પુલના સંચાલક એવા અમદાવાદની ઓરેવા ગૃપના માલીક જયસુખ પટેલનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. અત્રે નોંધવું રહ્યું કે ઓરેવા ગ્રુપના માલિકે ધટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. તેમજ દુર્ઘટનામાં મોત પામનારના પરીવારજનોને વળતર ચૂકવવાની પણ તૈયારી બતાવી હતી.