Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateHealthટામેટા લોહી માટે ઉત્તમ સ્ત્રોત : જાણો તેને કંઈ રીતે ખાવાથી ઝડપથી...

ટામેટા લોહી માટે ઉત્તમ સ્ત્રોત : જાણો તેને કંઈ રીતે ખાવાથી ઝડપથી હિમોગ્લોબિનમાં વધારો થશે !

Published By : Disha PJB

ભારતીય રસોઈ ટામેટા વગર અધુરી માનવામાં આવે છે. શાકભાજીમાં તેની ભૂમિકા મહત્વની છે. તેવું એટલા માટે કેમકે ટામેટા ફક્ત સ્વાદ વધારતા નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ટામેટામાં રહેલ ગુણના કારણે તેની ગણતરી સુપર ફૂડ તરીકે કરી શકાય છે.

આ લેખમાં અમે વાત કરીશું તે ગુણકારી ટામેટાના ફાયદા અને ઉપયોગ વિશે. :

ટામેટા ખાવાના ઘણા ફાયદાઓ છે. છતાં ટામેટા કોઈપણ ગંભીર રોગનો ઉપચાર નથી. તે ફક્ત તેના લક્ષણોને અમુક હદ સુધી ઓછા કરી શકે છે. 

  1. દાંત અને હાડકા માટે :

દાંત અને હાડકા સ્વસ્થ રાખવા માટે ટામેટા ફાયદાકરક સાબિત થઈ શકે છે. એક શોધ મુજબ, ટામેટા લાઈકોપીનથી ભરપુર હોય છે, જે હાડકાને નુકશાન પહોંચવાથી બચાવી શકે છે.

આ ઉપરાંત ટામેટા કેલ્શિયમથી ભરપુર હોય છે. શરીરના લગભગ 99 ટકાથી વધારે કેલ્શિયમ હાડકા અને દાંતમાં એકઠું થાય છે, જે તેને મજબૂત બનાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દાંતો અને હાડકાના સ્વાસ્થ્ય માટે ટામેટાનું સેવન ફાયદાકારક થઈ શકે છે.

  1. આંખોના રોગ માટે ફાયદાકારક :

ટામેટાના સેવનથી આંખોની રોગથી બચી શકાય છે. તેના માટે ટામેટામાં જોવા મળતું વિટામિન સી ફાયદાકારક સાબિત થઈ શકે છે. એન્ટી ઓક્સિડન્ટ રૂપે વિટામિન સી કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. સાથે જ તે આંખોને રોગમુક્ત રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. 

  1. વજન ઓછું કરવામાં મદદરૂપ :

એનસીબીઆઈ ની વેબસાઇટ પર પ્રકાશિત શોધનું માનીએ તો ટામેટાના રસના સેવનથી શરીરનું વજન અને ચરબી ઘટાડી શકાય છે. આ ઉપરાંત ટામેટાને ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમજ, ફાઈબર વજનને ઓછું કરવામાં ઘણું મદદરૂપ સાબિત થઈ શકે છે.

  1. ડાયાબિટીસ માટે :

ડાયાબિટીસની સમસ્યામાં પણ ટામેટાનો ફાયદો જોઈ શકાય છે. ખરેખર, ટામેટામાં રહેલ નારિંગીન નામનો ઘટક એન્ટીડાયબીટિક અસર પ્રદર્શિત કરી શકે છે જે બ્લડ ગલુકોઝના સ્તરને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!