ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઍક ઍવી ધટના બની જે ભાગ્યે જ બનતી હોય છે આ ધટનાની વિગત જોતા ઍક ટેલિવિઝનમાં અચાનક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટના પ્રચંડ ધડાકાના પગલે ઍક વ્યક્તિનું મોત નીપજ્યુ જયારે બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ટેલિવિઝન બ્લાસ્ટના પગલે દિવાલોમાં તિરાડ પડી ગઈ હતી તેમજ ધડાકો એટલો પ્રચંડ હતો કે આશરે 500 મીટર દૂર સુધી અવાજ પહોંચ્યો હતો. તેમજ લોકોએ કંપન પણ અનુભવી હતી. ટેલિવિઝનમાં અચાનક ધડાકો કેમ થયો તે અંગે ચોક્કસ કારણ હાલ જાણી શકાયુ નથી પરંતુ ટેલિવિઝનમાં બ્લાસ્ટ થવાના ઘણા કારણો હોઇ શકે છે જેમકે અચાનક હાઈ વોલ્ટેજ થઈ જાય અથવા તો કેપેસીટર ખામી યુક્ત હોય કે ઓવર હિટિંગ થયું હોય. આવા ઘણા કારણોસર ટેલિવિઝન માં બ્લાસ્ટ થઈ શકે છે હાલમાં તો ગાઝિયાબાદ ખાતે થયેલા ટેલિવિઝન બ્લાસ્ટ અને તેથી ઍક વ્યક્તિના થયેલ મોતના બનાવ બાદ સૌ ચોંકી ઉઠયા છે સાથે જ આવા ટેલિવિઝન બ્લાસ્ટના બનાવો કેવી રીતે અટકાવી શકાય તે અંગે શોધખોળ થઈ રહી છે.
ટેલિવિઝનમાં થયેલ બ્લાસ્ટ.. 1નુ મોત.. 2ને ઈજા…
RELATED ARTICLES