Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateટેસ્લાની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રકની ડિલિવરી…

ટેસ્લાની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રકની ડિલિવરી…

  • ડીઝલ ટ્રક કરતાં 3 ગણી વધુ પાવરફુલ…ફુલ ચાર્જ પર 805 KM ચાલશે..

ટેસ્લાએ તેની ઇલેક્ટ્રિક સેમી ટ્રકની ડિલિવરી શરૂ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે આ ટ્રક રોડ પર ચાલતી કોઈપણ ડીઝલ ટ્રક કરતા 3 ગણી વધુ પાવરફુલ છે. ટ્રક 20 સેકન્ડમાં 0-60mph (97 km/hr)ની ઝડપે પહોંચી શકે છે. તેની બેટરી રેન્જ 500 માઇલ (લગભગ 805 કિલોમીટર) છે. કિંમતો $150,000 (આશરે રૂ. 1.21 કરોડ)થી શરૂ થઈ શકે છે.

કંપનીના સીઇઓ એલોન મસ્કે નેવાડાના સ્પાર્કસમાં કંપનીની ગીગાફેક્ટરીમાં આયોજિત એક ઇવેન્ટમાં સોફ્ટ-ડ્રિંક કંપની પેપ્સીને પ્રથમ ટ્રક પહોંચાડ્યો હતો. પેપ્સીએ ડિસેમ્બર 2017માં 100 ટ્રકનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ટેસ્લા સેમી પહેલીવાર એક ઇવેન્ટમાં જાહેર કરવામાં આવી હતી. અન્ય હાઇ-પ્રોફાઇલ ગ્રાહકો-ઇન-વેઇટિંગમાં વોલમાર્ટ અને યુપીએસનો સમાવેશ થાય છે. આ ટ્રકની ડિલિવરી 2019માં થવાની હતી. પરંતુ કોરોનાને કારણે વિલંબ થયો હતો.

મસ્ક એ ઇવેન્ટ દરમિયાન એ પણ જાહેર કર્યું કે ટેસ્લાએ એક નવું લિક્વિડ-કૂલ્ડ ચાર્જિંગ કનેક્ટર વિકસાવ્યું છે જે 1 મેગાવોટ ડાયરેક્ટ કરંટ પાવર પહોંચાડવામાં સક્ષમ છે. મસ્કે કહ્યું, ‘તેનો ઉપયોગ સાયબરટ્રક માટે પણ થવાનો છે.’ લોકો લાંબા સમયથી આ સાયબરટ્રકની રાહ જોઈ રહ્યા હતા. જેનું ઉત્પાદન 2023ના અંત સુધીમાં શરૂ થવાની આશા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!