Published by : Rana Kajal
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યુયોર્કની ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પના 2016 ના ચૂંટણી પ્રચાર અભિયાન દરયાન પોર્ન સ્ટાર સ્ટોમરી ડેનિયલને ટ્રમ્પે તેમની વચ્ચેના સંબંધો જાહેર ન કરવા નાણાં ચૂકવ્યા હોવાનો આક્ષેપ કરવામા આવી રહયો છે. અથવા તો નાણાં ચૂકવવા તેમણે ભુમિકા ભજવી હોય તેમ જણાઈ રહ્યું છે. જેથી ટ્રમ્પ સામે આરોપનામું રજૂ કરવામાં આવ્યું છે. અમેરિકાના રાજકારણ માટે આ ઘટના એટલા માટે મહત્વની છે કે આ બાબતની અસર આવનાર 2024 મા યોજાનાર અમેરિકાના પ્રમુખ પદની ચુંટણી પર પણ પડી શકે છે. તે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ એવા પ્રથમ પુર્વ અમેરિકી પ્રમુખ બની જશે કે જે ક્રિમીનલ આરોપોનો સામનો કરી રહ્યા હોય. અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમા ડીબેટ ખુબ મહત્વની હોય છે. જેમા પ્રમુખ પદના ઉમેદવાર પોતાના વીશે લોકોને જાહેરમાં જણાવતા હોય છે. ત્યારે ઍક તારણ મુજબ અમેરિકાના લોકો પ્રમુખ પદ માટે નિખાલસ વ્યક્તિને વધુ પસંદ કરે છે. ગુનાની નિખાલસ કબૂલાત અમેરિકાના લોકોમા ખાસ પ્રભાવ પાડે.. તેથીજ હવે પ્રમુખની ચૂંટણી માટે ટ્રમ્પની મુશ્કેલી વધી છે