Published By : Parul Patel
ભારતમાં અને ફોરેનના અલગ-અલગ દેશોમાં ટ્રાફિકના અલગ-અલગ નિયમ છે, પરંતુ અમુક નિયમ એવા પણ છે, જે મોટાભાગના દેશોમાં એક સમાન જ છે. ભારતમાં અને બીજા અમુક દેશોમાં ટ્રાફિક રસ્તાની ડાબી બાજુએ ચાલે છે. જ્યાં બ્રિટનનું શાસન હતું, ત્યાં ડાબા હાથના ટ્રાફિકનો નિયમ લાગુ કર્યો. જયારે ફ્રાન્સમાં અને બીજા અનેક દેશોમાં રોડની જમણી બાજુના ટ્રાફિકનો નિયમ લાગુ પડે છે. અમેરિકામાં પણ ટ્રાફિક જમણી બાજુએ જ ચાલે છે. પરંતુ આવું કેમ? આવો તેની પાછળનું કારણ જાણીએ…
શા માટે અમુક દેશોમાં ટ્રાફિક લેફ્ટ હેન્ડ સાઇડ પર ચાલે છે?
હકીકતમાં, પ્રાચીન સમયમાં જ્યારે રોમન લોકો તેમના રથને ચલાવતા હતા, ત્યારે તેઓ તેને ડાબા હાથથી રથને સંભાળતા હતા જેથી તેઓ તેમના જમણા હાથથી તેમના શસ્ત્રો સંભાળી શકે અને યુદ્ધ લડી શકે. આ કારણના લીધે જ ડાબા હાથના ટ્રાફિકને વેગ મળ્યો અને પછી બ્રિટને પણ આ જ પ્રથા અપનાવી. આ પછી, જ્યાં જ્યાં બ્રિટનનું શાસન હતું, ત્યાં ત્યાં ડાબા હાથના ટ્રાફિકનો નિયમ લાગુ થયો.અને હવે ટ્રાફિક ત્યાં રસ્તાની ડાબી બાજુએ ચાલે છે.
શા માટે અમુક દેશોમાં ટ્રાફિક રાઇટ હેન્ડ સાઇડ પર ચાલે છે?
તે સમય ગાળામાં ફ્રાન્સના ભૂતપૂર્વ સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ ડાબોડી હતા, જેના કારણે તે જમણી તરફ વાહન ચલાવતા હતા અને ડાબા હાથથી હથિયારો પકડતા હતા. આનાથી પ્રેરિત થઈને ફ્રાન્સમાં રોડની જમણી બાજુના ટ્રાફિકનો નિયમની શરૂઆત થઇ અને પછી ફ્રાન્સએ જે દેશોમાં શાસન ત્યાં જમણી બાજુના ટ્રાફિકનો નિયમ લાગુ પડ્યો.
ડાબી – જમણી બાજુના નિયમો થકી અમુક અપવાદ પણ છે:
કેટલાક અપવાદો છે, જ્યાં અમેરિકા અને જાપાન વગેરે જેવા દેશો અન્ય કારણોથી રસ્તાની ડાબી બાજુ અથવા જમણી બાજુએ ચલાવવા માટે નિયમો બનાવવામાં આવ્યા હતા. અમેરિકામાં, ટ્રાફિક રસ્તાની જમણી બાજુએ ચાલે છે જ્યારે જાપાનમાં, ટ્રાફિક રસ્તાની ડાબી બાજુએ ચાલે છે.