Home Ahmedabad ટ્રાફિક પોલીસને અપાઈ સગવડ…

ટ્રાફિક પોલીસને અપાઈ સગવડ…

0

Published By:-Bhavika Sasiya

  • તડકામાં ફરજ બજાવતી ટ્રાફિક પોલીસને અપાઇ એ.સી. હેલ્મેટ…
  • તડકા માં ફરજ બજાવતી ટ્રાફિક પોલીસને એ સી હેલ્મેટ આપવામાં આવી હતી..

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પોલીસ વિભાગ માટે સતત કાંઇક નવું વિચારી પોલીસને ઉત્તમ વ્યવસ્થા મળે તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. તેવામાં પોલીસ વડાએ હવે પ્રાયોગિક ધોરણે વધુ એક પહેલ કરી છે જેનો હેતુ પોલીસને ગરમીમાંથી રાહત આપવાનો છે. પોલીસ વડાએ ત્રણ એસી હેલ્મેટ અમદાવાદ ટ્રાફિક પોલીસને આપ્યા છે. આ એસી હેલ્મેટના કારણે રોડ પર ફરજ બજાવતી ટ્રાફિક પોલીસને રાહત થઇ રહી છે બેટરીથી ચાલતા આ હેલ્મેટની ખાસ વિશેષતા એ પણ છે કે તેમાં ધુળ, તડકો અને પ્રદૂષિત હવાથી આંખ અને નાકને બચાવી શકાશે. હેલ્મેટમાં રહેલા ગ્લાસથી રોડ પર ડ્યૂટી નિભાવનાર પોલીસનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહી શકશે.

ટ્રાફિક પોલીસ સતત રોડ પર ધૂળ અને પ્રદૂષિત ધુમાડા વચ્ચે ફરજ બજાવતી હોય છે. પોલીસને વરસાદમાં રેઇનકોટ મળે છે, શિયાળામાં જેકેટ કે સ્વેટર મળે છે પણ ઉનાળામાં પોલીસને સતત રોડ પર ગરમીમાં શેકાવું પડે છે. આ હકીકતને ધ્યાનમાં લઇ પોલીસ વડાએ પ્રાયોગિક ધોરણે અમદાવાદ ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ અપાયા છે. શહેરમાં પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં જઇએ ત્યારે પોલીસ અલગ પ્રકારના હેલ્મેટ સાથે સજ્જ જોવા મળી રહી છે. રોડ પર ફરજ બજાવતી પોલીસના માથે એક હેલ્મેટ હોય છે અને તેની સાથે જોડેલો એક વાયર અને પેટ પર એક કવર બાંધ્યુ હોય તેવું કંઇક જોવા મળે છે. પણ હકીકતમાં તે કોઇ મશીન નથી પણ તે એસી હેલ્મેટ છે. એસી હેલ્મેટ રોડ પર ભર તડકામાં ફરજ બજાવતી પોલીસને પ્રયોગિક ધારણે આપવામાં આવ્યા છે. તેનાથી કોઇ અગવડતા પડે છે કે નહીં તેની ચકાસણી કરવા માટે હાલ પ્રાયોગિક ધોરણે ત્રણ જ હેલ્મેટ આપવામાં આવ્યા છે. નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરનગર ચાર રસ્તા પર એક એક પોલીસ કર્મીને આ બેટરીથી ચાલતા એસી હેલ્મેટ અપાતા પોલીસ બફારા અને ગરમીભર્યા વાતાવરણમાં રાહત અનુભવી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version