Published by : Rana Kajal
- ટ્રેનના કોચ પરના ઢાંકણા મુસાફરો માટે વરદાન સમાન સાબિત થઈ રહ્યાં છે…
ભારતીય રેલવેથી રોજના લાખો લોકો મુસાફરી કરે છે. રેલવે મુસાફરી માટે સૌથી યોગ્ય સાધન છે. બધી ટ્રેનના ડબ્બા પર નાના-નાના ઢાંકણા લાગેલા હોય છે આખરે રેલવે દ્વારા આ ઢાંકણા કેમ લગાવવામાં આવે છે? તે અંગેની વિગતો જોતા ટ્રેનના કોચ પર લાગેલા આ ગોળ ઢાંકણાને રુફ વેન્ટિલેટર કહેવામાં આવે છે. ટ્રેનની છત પર આ ખાસ પ્રકારની પ્લેટો કે ગોળ-ગોળ ઢાંકણા ગરમીને બહાર નીકળવા માટે લગાવવામાં આવે છે. કારણ કે ટ્રેનમાં દરેક દિવસે ભારે સંખ્યામાં લોકો યાત્રા કરે છે. ત્યારે કોચની અંદરની તરફ જાળી પણ લાગલી હોય છે.તેના વગર ટ્રેનમાં યાત્રા કરવી બહુ જ મુશ્કેલ બને છે વાસ્તવમાં ટ્રેનના કોચમાં જ્યારે યાત્રીઓની સંખ્યા વધારે હોય છે, તે સમયે ટ્રેનમાં ગરમી વધી જાય છે. આ ગરમી અને સફોકેશનના કારણે પેદા થનારી ભાપને ટ્રેનથી બહાર નીકાળવા માટે ટ્રેનના કોચમાં આ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જો આવું નહિ કરવામાં આવે તો ટ્રેનમાં યાત્રીઓ માટે મુસાફરી કરવી બહુ જ મુશ્કેલ થઈ જાય. આ ઢાંકણા મુસાફરોને વધારે ગરમી અને ગૂંગળામણથી બચાવવાનું કામ કરે છે.