Published by : Vanshika Gor
મધરાતે ટ્વિટરે સેવરિફાઈડના એકાઉન્ટમાંથી બ્લુ ટીક હટાવી દીધી છે. હવે કોઈપણ યુઝરે બ્લુ ટીક મેળવવા માટે પૈસા ચૂકવવા પડશે. જેમની બ્લુ ટીક હટાવવામાં આવી છે તેમાં સીએમ યોગી, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલીથી લઈને જસ્ટિન બીબર, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લેડી ગાગા, બિલ ગેટ્સ સહિત અનેક મોટા નામ સામેલ છે. વ્યક્તિગત ખાતા પર બ્લુ ટીકની સમય મર્યાદા ફક્ત 20 એપ્રિલ સુધી હતી. આવી સ્થિતિમાં, હવે બ્લુ ટીક ફક્ત તે જ એકાઉન્ટ્સ પર જોવા મળશે જેણે Twitterની મેમ્બરશિપ લીધી છે.
Twitterની આ જાહેરાતથી નાનામોટા ક્રિએટર્સ, પત્રકારો અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સહીત મોટા રાજકારણી, દિગ્ગ્જ ખેલાડીઓને પણ અસર થઈ છે.કંપનીએ આ માટે અલગ-અલગ દેશોમાં અલગ-અલગ ચાર્જ નક્કી કર્યા છે. ભારતીય યુઝર્સને Twitter બ્લુ ટીક મેળવવા માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે દર મહિને 650 રૂપિયા ચૂકવો છો, તો તમારે એક વર્ષમાં 7800 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે વાર્ષિક પ્લાન લેવાથી ઘણા પૈસા બચશે. Twitter બ્લુ ટીકનો વાર્ષિક પ્લાન 6800 રૂપિયાનો છે. ટ્વિટર બ્લુ ટીકની સેવા લીધા પછી, તમે 4 હજાર અક્ષરોમાં ટ્વિટ કરી શકશો. આ સર્વિસમાં તમને 30 મિનિટમાં 5 વખત એડિટ કરવાની સુવિધા મળે છે. બ્લુ ટીક સર્વિસ મેળવવા ઉપરાંત યુઝર્સ ટ્વિટર પર ફુલ એચડી ક્વોલિટી વીડિયો પણ શેર કરી શકશે. બ્લુ ટીક વેરિફાઈડ યુઝર્સને પણ પ્લેટફોર્મમાં પ્રાથમિકતા આપવામાં આવશે.