Published by : Rana Kajal
ગુજરાતની વાનગીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. એમાં પણ ઠંડીની મોસમ આવે એટલે દક્ષિણ ગુજરાતના ફેમસ ઉબાડિયાનો સ્વાદ કંઈક હટકે જ હોય છે. આની ખાસિયત એ છે કે આ ઉબાડિયું ગેસથી નથી બનતું તેમજ એમાં એકપણ ટીપું તેલનો ઉપયોગ નથી થતો. માટલામાં શેકવાથી ઉબાડિયું તૈયાર થાય છે, જેનો સ્વાદ માણવા માટે લોકોની ભીડ લાગે છે. ભરૂચના કોલેજ રોડ અને અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે સહિતના સ્થળ પર મામાનું ઊંબાડિયું ખૂબ જ ફેમસ છે. આ વાનગીએ ભરૂચ અને અંકલેશ્વરની પ્રજાને સ્વાદિષ્ટ ટેસ્ટનો ચસ્કો લગડ્યો છે. જયારે વલસાડના અતુલ હાઇવે ઉપર આવેલું નોબલ ઉબાડિયું ખૂબ ફેમસ છે. ત્યારે આ ઉબાડિયું કેવી રીતે બને છે અને એમાં કેટલી સામગ્ર જોઈએ એ તમામ વિશે આજે અમે તમે જણાવવાના છીએ.
ઉબાડિયું બનાવવાની સામગ્રી :
બે શક્કરિયા, 6 થી 7 બટાકા, 400 ગ્રામ રતાળુ, 600 ગ્રામ સુરતી પાપડી,બે કપ સિંગદાણાનો ભૂકો, 3 થી 4 ચમચી તલ, સ્વાદાનુંસાર મીઠું, તેલ
ઉબાડિયાની ચટણી બનાવવાની રીત:
ઝીણા લીલા મરચા, એક લસણની કળી, લીંબુ, હળદર
ઉબાડિયું બનાવવાની રીત
ઊંબાડિયું બનાવવા માટે સૌ પ્રથમ ઉપર જણાવ્યા મુજબ બધુ શાકભાજી લો અને એને બે પાણીથી બરાબર ધોઇ લો.હવે આ શાકભાજીને એક પ્લેટમાં લઇ લો.ત્યારબાદ ચટણી બનાવવાની તૈયાર કરો. ચટણી બનાવવા માટે સૌ પ્રથમ બધા જ મસાલાને મિક્સર જારમાં લઇ લો અને ક્રશ કરી લો.હવે નાના બટાકા લો અને એમાં ચીરા પાડીને વચ્ચે આ ચટણી ભરી દો. આ ચટણી ભરવાથી બટાકાનો ટેસ્ટ મસ્ત આવે છે.હવે સુરતી પાપડીને પણ આ ચટણીમાં ડીપ કરીને પ્લેટમાં મુકી રાખો.પછી તૈયાર કરેલું શાકભાજી માટલામાં ભરી લો અને ઉપરથી માટલું એકદમ બંધ કરી દો. માટલુ બંધ કરવાથી એમાં મસ્ત રીતે બફાઇ જાય છે અને સાથે સ્મેલ પણ મસ્ત આવે છે. આ માટે ઊંબાડિયું ખાસ કરીને માટલામાં બનાવવામાં આવે છે.આ માટલામાં બધા જ શાકભાજીને 40 થી 45 મિનિટ માટે થવા દો અને બફાવા દો.આ માટલું તમારે ગેસ પર મુકવાનું રહેશે. આમ, જો તમે ચુલા પર મુકો છો તો સૌથી બેસ્ટ છે.40 થી 45 મિનિટ રહેવા દો અને પછી તૈયાર થવા દો.આ વધેલી ચટણીને તમે છેલ્લે માટલામાં શાકભાજીમાં નાંખો અને બે મિનિટ માટે થવા દો.તો તૈયાર છે ગરમા-ગરમ ઊંબાડિયું.