Home Election 2022 ડભોઇના લોકોનો આક્રોશ…. શૈલેશ સોટ્ટાથી ભારે નારાજગી…

ડભોઇના લોકોનો આક્રોશ…. શૈલેશ સોટ્ટાથી ભારે નારાજગી…

0

વડોદરા જિલ્લાની ડભોઇ બેઠક પર ભાજપના રિપીટ ઉમેદવાર શૈલેશ સોટ્ટા સામે વિરોધ ઉગ્ર બન્યો છે. ડભોઇ બેઠકના છેવાડાના વિસ્તાર રામનાથ ગામના લોકો તો ભાજપનો બહિષ્કાર જ કરવાના છે. લોકો કહે છે કે અમારા ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્ય શૈલેશ સોટ્ટા એકપણ વખત આવ્યા નથી. કોઇ મુલાકાત લીધી નથી. ગામમાં વિકાસના નામે કશું જ થયું નથી. ખાસતો રોડ માટે વારંવાર રજૂઆતો કરી છે, ધારાસભ્યે કાંઇ કામ કર્યું નથી. હવે અમે થાક્યા છીએ.

ભાજપની સરકાર વર્ષોથી છે. છેલ્લા ૧૫ વર્ષથી ગ્રામજનો રોડની રાહજૂએ છે. એમાંય છેલ્લાં પાંચ વર્ષમાં તો રોડ પ્રશ્ને વારંવાર કહ્યું છે. અમારા ગામમાં શૈલેશભાઇની ગ્રાન્ટના એક જ વખત દોઢ લાખ મળ્યા છે. બાકી કશું જ ગ્રાન્ટમાં મળ્યું નથી. હવે અમે ધારાસભ્યના વાયદાથી થાક્યા છીએ અને આ વખતે ભાજપનો બહિષ્કાર કરીને ભાજપવાળાને પ્રચાર માટે પણ ગામમાં ઘૂસવા દઇશું નહીં.કામ કરે એવા કોઇ સારા ઉમેદવારને ચૂંટીને વિધાનસભામાં મોકલવાનું ગ્રમજનોએ નક્કી કર્યું છે. હજી ચાર દિવસ અગાઉ ડભોઇ બેઠકના ભાજપના કાર્યાલયના શુભારંભ પ્રસંગે પણ ભાજપના ખેસધારી કાર્યકરે શૈલેશ સોટ્ટાને ગેસ બોટલના ભાવ કેમ વધાર્યા તે અંગે સીધો જાહેરમાં જ સવાલ કરીને મૂંઝવણમાં મૂકી દીધા હતા. વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી ડભોઇ બેઠક ઉપર પુનઃ ચૂંટણી લડી રહેલા ભાજપના શૈલેષ મહેતા (સોટ્ટા) એ પ્રચાર દરમિયાન ડભોઇ તાલુકાના મતદારોને ખોટા વચનો અને વાયદો આપવાની શરૃઆત કરી દીધી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version