Published by : Vanshika Gor
સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજા હવે પોતે આરોપી છે. 10 કલાકની પૂછપરછ બાદ ભાવનગર પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી . યુવરાજસિંહ પર ડમી કાંડમાં સામેલ લોકોના નામ જાહેર ન કરવા લાખો રૂપિયા લેવાનો આરોપ છે. તેમની સામે ખંડણી ઉઘરાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ભાવનગર પોલીસે એવા ઘણા ખુલાસા કર્યા છે, જે યુવરાજસિંહના દાવાથી વિપરીત છે. જેને જોતાં એક વાત નિશ્વિત થઈ ગઈ છે કે હવે યુવરાજસિંહની મુશ્કેલી વધી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે 1.20 કલાકે ભાવનગર SOG એ યુવરાજસિંહની ધરપકડ કરી છે. ગઈકાલે સમન્સના પગલે યુવરાજસિંહ પોલીસ સામે હાજર થયા હતા. 10 કલાકની પૂછપરછ બાદ યુવરાજ સામે ફરિયાદ દાખલ થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, યુવરાજસિંહ પૈસા લેવાની વાત કબૂલી છે. યુવરાજસિંહના સાળાએ રકમ વસૂલી હતી. ટૂંક સમયમાં તેના CCTV સામે આવશે. યુવરાજના સાળાએ પૈસા લીધા તેના CCTV આવશે.
યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ પર લાગેલા આક્ષેપો આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજ સિંહ જાડેજા સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ થઈ છે. જેમાં IPC કલમ – 386, 388, 120(B),114 હેઠળ યુવરાજ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવી હતી.