Home Election 2022 ડાંગના આ આખેઆખા ગામે કર્યો ચૂંટણીનો બહિષ્કાર, મતદાન મથક સવારથી ખાલીખમ

ડાંગના આ આખેઆખા ગામે કર્યો ચૂંટણીનો બહિષ્કાર, મતદાન મથક સવારથી ખાલીખમ

0

ગુજરાતમાં આજે પહેલા તબક્કા માટેનું મતદાન થઇ રહ્યું છે. ત્યારે આહવા તાલુકાના મોટીદબાસ ગામે પુલ અને રસ્તાની માંગણી વચ્ચે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે. અહીં લોકો પુલ અને રસ્તાની માંગ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, જ્યાં સુધી અમારા ગામમાં રોડ અને પુલ નહીં થાય ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ.

ડાંગનાં મોટીદબાસ ગામનાં લોકોએ મતદાન મથક સુધી ફરકયા પણ નથી. તંત્ર દ્વારા સમજાવવા કોશિશ નિષ્ફળ રહી છે. પુલ અને રસ્તાની માંગને લઈને ગ્રામજનોનો અડગ આત્મવિશ્વાસ દેખાઇ રહ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version