અંકલેશ્વર : સોશિયલ મીડિયા થકી ફેમસ થયેલ કમલેશ નકુમ ઉર્ફે કમો અંકલેશ્વરની મુલાકાતે પહોંચ્યા હતા..અંક્લેશ્વર ગાર્ડન સિટી ખાતે આવેલ ગાર્ડન સિટી દૂધ ડેરી ની મુલાકાતે પહોંચ્યા હતા જયાં ડેરીના સંચાલક મનહરભાઈ પટેલ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સ્થાનિક રહીશો ને આ વાત ની જાણ થતા હજારોની સંખ્યામાં કમા સાથે સેલ્ફી લેવા અને કમાને જોવા ઉમટી પડ્યા હતા.. ઉપરાંત કમા એ આજુ બાજુ ની દુકાનો ની મુલાકાત પણ લીધી હતી..

ગાર્ડન સિટી માં આવીને કમાભાઈ ખુબ ખુશ જણાયા હતાં. અને માનસિક દિવ્યાંગ હોવા છતાં પણ કમાએ ભારત માતા કી જયના નારા લગાવતા સૌ કોઈને આકર્ષિત કર્યા હતા..સુરેન્દ્રનગરના કોઠારીયા ગામમાં રહેતો કમો માનસિક દિવ્યાંગ છે. બાળપણથી જ સેવાભાવી અને ધાર્મિક કમો ગામમાં જ્યારે પણ ડાયરા કે ભજનનો કાર્યક્રમ યોજાય તેમાં અચૂક હાજરી આપતો હતો..કોઠારીયામાં આવેલા વજા ભગતના આશ્રમમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં કમો પણ ઉપસ્થિત રહ્યો હતો. કીર્તિદાન સાથેનો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકપ્રિયતા આકાશે આંબી હતી..કહેવાય છે ને કે ઈશ્વરે દરેક વ્યક્તિને ધરતી પર કોઈને કોઈ ઉદ્દેશ સાથે મોકલ્યા હોય છે. અલગ અલગ રંગ-રૂપ, કદ અને શક્તિઓ સાથે માણસનો જન્મ થાય છે. કોઈ અભ્યાસમાં પાવરધું હોય છે તો કોઈ કળામાં એક્કો તો વળી કોઈની શારીરિક ક્ષમતા તેને રમતગમતના ક્ષેત્રે આગળ લઈ જાય છે. કેટલાક લોકો જન્મજાત ખોડખાંપણ સાથે જન્મે છે પરંતુ આવા દિવ્યાંગોને પણ ઈશ્વરે કંઈક ખાસિયત તો આપી જ હોય છે. આમાંનો જ એક કમો ઉર્ફે કમલેશભાઈ દલવાડી આજે ખૂબ લોકચાહના મેળવી રહ્યો છે. માનસિક દિવ્યાંગ કમો આજે ડાયરાની રોનક બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલા કમા પર જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી ની નજર પડી અને તેની જિંદગી બદલાઈ ગઈ
(ઈનપુટ : વિનેશ પટેલ, અંકલેશ્વર )