કચ્છ એક રણ પ્રદેશ છે અને આ રણ પ્રદેશને મહત્તમ અંશે ઉપયોગમાં લેવા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઈડ) સતત પ્રયત્નશીલ રહે છે. હાલમાં જ ઇઝરાયેલ મધ્યે યોજવામાં આવેલ એક આંતરાષ્ટ્રીય ડેઝર્ટ, ડ્રાયલેન્ડસ અને ડેઝર્ટિફિકેશન પરિષદમાં ગાઈડ દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું અને ડેઝર્ટીફિકેશનથી બચવા મુદ્દે પોતાના મંતવ્યો પણ રજૂ કરતાં તેમની કામગીરીની નોંધ આંતરાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ હતી.
જેકોબ બ્લૌસ્ટેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ રિસર્ચ દ્વારા વરસ 2007થી હર બે વર્ષે ડીડીડી, એટલે કે, ડેઝર્ટ, ડ્રાયલેન્ડસ અને ડેઝર્ટિફિકેશન મુદ્દે કોનફરન્સ યોજવામાં આવે છે. આ વર્ષે નવેમ્બર મહિનાના અંતમાં આ સંસ્થા દ્વારા આઠમી આંતરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે ભારતમાંથી ખાસ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સંસ્થા વતી તેના ડાયરેક્ટર ડૉ. વી. વિજયકુમારે તેમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં અનેક સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે પરંતુ એકબીજા સાથે પોતાના કામની લેતી દેતી કરવા યોગ્ય પ્લેટફોર્મ ન હોતા 2007માં જ ગ્લોબલ નેટવર્ક ઓફ ડ્રાયલેન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. આ ઇન્સ્ટિટ્યૂટમાં સમગ્ર વિશ્વની 10 સંસ્થાઓ જોડાયેલી છે અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ of ડેઝર્ટ ઇકોલોજી પણ આનો એક ભાગ છે.ગ્લોબલ નેટવર્ક ઓફ ડ્રાયલેન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા યોજવામાં આવેલી આ અંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વિશ્વના પાંચ ખંડની નવ સંસ્થાઓને આ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ એશિયામાંથી ફક્ત ગાઈડની પસંદગી કરવામાં આવી હતી. આ પરિષદમાં ત્રણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ગાઈડ વતી ડૉ. વિજયકુમારે ભાગ લીધો હતો.
ડેઝર્ટિફિકેશન આ પરિષદનો મુખ્ય મુદ્દો હતો. વિજયકુમારે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં સલાઈનનું પ્રમાણ સૌથી વધારે જમીન ગુજરાતમાં બગડી છે. ત્યારે ડેઝર્ટિફિકેશનને રોકવા વિશ્વભરની સંસ્થાઓ દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા અને તે દિશામાં કામ કરવા સંસ્થાઓ દ્વારા ડીક્લેરેશન પણ ભરવામાં આવ્યું હતું.